- ચોરો આખો ટાવર ઉપાડી ગયા
- 3 લાખથી વધુની કિંમતનો હતો ટાવર
- પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ
ભાવનગર જિલ્લાના સિહોરમાં તસ્કરોની એક અજીબ લૂંટ સામે આવી છે. અહીં તસ્કરો આખેઆખો ટાવર જ ચોરી કરી ગયા છે. આ મતલબની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના સિહોરમાંથી એક ચોંકાવનારી જાણકારી પ્રાપ્ત થઈ છે. બનાવની વિગતો પ્રમાણે એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનો આખેઆખો ટાવર જ ચોરો ગુમ કરી ગયા હોય તેવો બનાવ નોંધાવા પામ્યો છે. આ મામલે અમદાવાદના મહમદ આરિફ દ્વારા પોલીસને વિગતો આપી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. નોંધનીય છે કે આ ટાવર જીટીએલ ઈન્ફ્રસ્ટ્રક્ચર કંપનીનો હોવાનું સામે આવ્યું છે અને ભાડાની જગ્યામાં ગોઠવવામાં આવ્યો હતો એવું જાણવા મળ્યું છે.
બનાવની વિગતો પ્રમાણે 2007માં આ ટાવર એક ભાડાની જગ્યામાં નાખવામાં આવ્યો હતો. જે સિહોરના ભડલીમાં ભાડાની જગ્યામાં નાખવામાં આવ્યો હતો. આંકડાની વાત કરીએ તો આ ટાવરની માર્કેટ કિંમત આશરે 3 લાખ રૂપિયાથી વધુની થવા જાય છે. જો કે ચોરો આખો ટાવર ઉપાડી ગયા છે આ બાબત ઘણું જ આશ્ચર્ય ઉપજાવનારી છે. હાલ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે અને પંથકમાં દરેકના મુખે બસ તેની જ ચર્ચા છે.
આ મામલે અમદાવાદના મહમદ આરીફ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહત્વનું છે કે પોલીસે પણ આ ઘટનાની વિગતો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. જો કે ચોરો દ્વારા જે રીતે આખો ટાવર ગુમ કરી દેવાયો છે તે ઘટનાએ લોકોમાં ઘણું જ કૌતુક ઊભું કર્યું છે.