- 14 થી 24 ઓક્ટોબર સુધી પોલીસનો એક્શન પ્લાન
- ટ્રાફિક પોલીસ, TRB, હોમગાર્ડ ટ્રાફિકની કામગીરી કરશે
- રેડિએશન જેકેટ સાથે સજ્જ રહેશે ટ્રાફિક જવાનો
તહેવારોને લઈને પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. આ વચ્ચે રોમિયા અને અસમાજિક તત્વો દ્વારા બેફામ વાહન ચલાવવાની ઘટના સામે આવી રહી છે. જેના સામે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહીનો એક્શન પ્લાન બનાવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 14 થી 24 ઓક્ટોબર સુધીનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ, TRB, હોમગાર્ડ ટ્રાફિકની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં વિવિધ રોડ પર સ્ટંટ કરતા વાહન ચાલકોથી લઈ રોમિયો બનીને ફરતાં અસામાજિક તત્વોની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જેના માટે 9 સ્પીડ વાન અને 30 સ્પીડ ગન સાથે ચેકીંગ કરવામાં આવશે.
અમદાવાદમાં સતત સ્થાનિકો દ્વારા અને ઘણાં કિસ્સાઓમાં વાહન ચાલકો દ્વારા ખરાબ ડ્રાઈવિંગ અંગે ફરિયાદો કરવામાં આવી રહી છે. જેના માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. આ માટે 150 બ્રેથ એનેલાઈઝરથી ચકાસણી કરવામાં આવશે. તેમજ 12 વાગ્યા સુધી ગરબા આયોજક આયોજન કરશે. જેના પછી ટ્રાફિકની કોઈ પણ તકલીફ ન ઊભી થાય તેના માટે કાર્યવાહી કરવામાં આવશે.
જેની સાથે જ રોમિયો અને અસામાજિક તત્વો પર પોલીસ પોતાની ખાસ વોચ રાખશે. આ ઉપરાંત ખરાબ રીતે ડ્રાઈવિંગ કરતા લોકોની સામે પણ CCTV કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવશે. તેમજ મોડી રાત્રે ખુલ્લા રસ્તાઓ પર સ્ટંટ કરતાં લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.