By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: આટલી બેદરકારી ભાજપના રાજ’માં કયારેય નથી જોઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

આટલી બેદરકારી ભાજપના રાજ’માં કયારેય નથી જોઇ

agragujaratnews
Last updated: 2024/05/23 at 7:45 PM
1 year ago
Share
આટલી બેદરકારી ભાજપના રાજ’માં કયારેય નથી જોઇ
SHARE

સાંઢિયા પુલને બંધ કરી વૈકલ્પીક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં અધિકારીઓ અને પદાધિકારીઓ સદંતર નિષ્ફળ

કોઇ પણ સફળતાનો  એક સેચ્યુરેશન પોઇન્ટ આવે છે. કોઇ પણ પર્ફોમન્સ તેની એક ઉંચાઇએ આંબી ગયા બાદ તેમનું નીચે તરફનું ઢલન લગભગ નિશ્ચીત છે. ભારતિય જનતા પાર્ટીએ ગુજરાતમાં તેની તમામ ટોચને આંબી લીધી છે. આ પક્ષે ગુજરાતને ઢગલા મોઢે પ્રગતિ આપી છે. નામ આપ્યુ છે. નેતાઓ આપ્યા છે. વિકાસ પ્રોજેકટ આપ્યા છે. ફર્સ્ટ કલાસ સિટિઝન તરીકેની ઓળખ આપી છે. અમદાવાદ તરફ તમે મીટ કરો તો ભવિષ્ય હજુ ખુબ સારૂ દેખાય છે. ગિફટ સિટી,મેટ્રો ટ્રેન અને ઓલમ્પિક સ્ટેડિયમની આજથી ર૦ વર્ષ પૂર્વે કોઇ કલ્પના કરવી ગુજરાત માટે મૂશ્કેલ હતી. એક સમયે દંગાથી કુખ્યાત ગુજરાતમાં હવે કહેવું પડે કે ચકલું ય ફરકતું નથી. દેશનું રાજકિય પાટનગર ભલે દિલ્હી હોય. પરંતુ આર્થિક પાટનગર તરીકે અમદવાદ ઝડપભેર ઉભરી રહયુ છે. સેમી કન્ડકટર પ્લાન્ટ અને ઓટો પ્લાન્ટ સહિતના વૈશ્વિક કંપનીઓના એકમો અમદાવાદ કે ગુજરાતમાં લાગી રહયા છે. સીકસ લેન ફોર લેન રસ્તાઓ, પર્વતથી નદીઓ વચ્ચેના જોડાણ, સિ-કોસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર,ટુરીઝમ અને અનેક વિકાસની કુચ ચાલુ છે.

સૌરાષ્ટ્ર તરફ નજર નાંખીએ તો પોર્ટ,મંદિરો અને ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ નજરે પડે છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને આંતરરાષ્ટ્રિય એરપોર્ટ અને એઇમ્સ જેવી સવલતો આપીને દેશના મુખ્યપ્રવાહમાં જોડી દીધુ છે. આ બધું જ ભાજપના રાજમાં થયુ. સૌરાષ્ટ્રની મુખ્ય સમશ્યા પાણીની હતી. પાણીદાર લોકોની મોટા ભાગની ઉર્જા પાણી વગરના પંથકમાં પાણી મેળવવામાં અથવા બચાવવામાં વપરાઇ જતી હતી. નર્મદા યોજના અને ખાસ કરીને સૌની યોજનાથી જળાશયો ભરવાની ઉપલબ્ધી અવગણવા જેવી નથી.

ભાજપનું સતાના સિંહાસન  ઉપર બેસવું ખુબ સ્વાભાવિક હતું. મતદારો જનતા માટે એક જ સૂત્ર હતું. જો તુમકો હો પસંદ વોહી બાત કહેંગે, તુમ દિન કો અગર રાત કહો તો રાત કહેંગે. ભાજપે અનેક અશકયતાઓને શકયતાઓમાં ફેરવી લગભગ ત્રણ દાયકાથી ગુજરાતમા દોર એ દમામથી રાજ કર્યુ છે. સાથે સાથે મતદારોના દીલ ઉપર પણ રાજ કર્યુ છે. લોકોની અપેક્ષાઓ વધતી ગઇ. ખાસ કરીને નરેન્દ્રભાઇ પાસે લોકોની અપેક્ષા વધતી ગઇ અને ભાજપની ડિલિવરી ડિલાઇટ વધતી ગઇ. ગુજરાતની જનતાએ પણ રિટર્ન ગિફટ આપવામાં કોઇ કંજુસાઇ નથી કરી. લોકસભાની બે ચૂંટણીમા સતત ર૬માંથી ર૬ બેઠક આપી ભાજપ ઉપર મંજુરીની મહોર મારી ત્રીસ વર્ષની વયે પહોંચેલા લોકોએ ભાજપ સિવાય કોઇનું રાજ નથી જોયુ. ગુજરાતથી જ નરેન્દ્રભાઇ અને ભાજપનો દિલ્હીના સિંહાસનનો રસ્તો કંડારાયો.

પરંતુ, પરંતુ આ ભાજપમાં હવે કયાંક કયાંક ડિલિવરી ડિલાઇટનો સેચ્યુરેશન પોઇન્ટ આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત,વિકાસશીલ ગુજરાત,ભ્રષ્ટાચાર મુકત ગુજરાત,શિસ્તબધ્ધ ગુજરાત , ગ્લોબલ ગુજરાતને ગંભીરતાથી અમલ કરતાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ પાસેથી એ જ લેવલનું પર્ફોર્મન્સ મેળવનાર ભાજપની નેતાગીરી કયાંક ગુંચવાઇ છે. અધિકારીઓ બેકાબુ બન્યા છે. ભાજપના હાલના નેતાઓમાં વહિવટી કુશળતાનો એ ટચ કયાંક ખોવાયો છે. બોગસ સરકારી કચેરીઓ, ભરતીની પરિક્ષાઓના પેપર ફુટવા,નવા નકકોર બ્રીજ કડડભુસ થઇ જવા, ભ્રષ્ટાચારના આક્ષેપો ચરમ સિમાએ છે. દેશના અન્ય રાજયો ઇર્ષાવશ જેના વખાણ કરતાં હતાં એ ટચવુડ હાઇ-વે તેમના સ્તર અને બેન્ચમાર્ક ગુમાવતાં જાય છે. ભારતિય જનતા પાર્ટીના નેતાઓ કદાચ સેચ્યુરેશન પોઇન્ટ અનુભવી રહયા છે. અથવા  તેમની કારકિર્દી અંગેની અસલામતિને કારણે તેમનું બેસ્ટ ઇન્વેસ્ટ કરવાની માનસિકતાથી પર થઇ રહયા છે.લોકસભાની ચૂંટણીમાં નાની નાની સમશ્યાઓએ દિગ્ગજ ભાજપને ઓકવર્ડ સ્થીતિમાં મૂકી દીધા. જેમ તેમ કરીને ચૂંટણીનો આ મહાકુંભ સાંગોપાંગ પાર કરવાની મનોદશામાં ભાજપને મૂકી દીધો તે તેનું તાજુ ઉદાહરણ છે.

આ તમામ બાબતોને રાજકોટની તાજેતરની એક બાબત સાથે જોડવી છે. રાજકોટમાં લગભગ છ દાયકા સુધી અવિરત સેવા આપનાર સાંઢિયા પુલ દુરસ્ત કરવાનો છે. નવા પુલનું નિર્માણ કરવાનો છે. આ બ્રીજને દૂર કરવાનું આગોતરું આયોજન હતું છતાં વૈકલ્પિક રસ્તા કાઢવા અને ત્રણ લાખ લોકોની અવર જવરનું માધ્યમ બંધ થતાં ઉભી થનારી ટ્રાફિક સમશ્યાને ઇજનેરી કૌશલ્ય અને ટાઉનપ્લાનીંગ નિષ્ણાતો,રેલવે તંત્રના કાબિલ ઇજનેરો અને અધિકારીઓના સંયુકત સંકલનથી હલ કરવાને બદલે કોઇ નાનકડા ટાઉનમાં હોય એવા થર્ડ કલાસ વહિવટી તંત્રથી આખો મામલો હેન્ડલ થયો. નેતાઓ તેમના તોરમાં રહયા. સાંઢિયા પુલ ગઇ કાલે બંધ થયો અને તુરંત જ ભોમેશ્વર બાજુનો વૈકલ્પિક રસ્તો ટ્રાફિક જામથી ઉભરાયો.અહીંના નાલાને વાઇડનીંગ ન કરાયુ. ફાટક પહોળું ન કરાયુ. દબાણો દૂર ન કરાયા. માત્ર કાગળ ઉપર જાહેરનામુ પોલીસ કમિશ્નરે બહાર પાડી દીધુ. રાજકોટમાં આટલા અન્ડરપર્ફોમન્સ અધિકારીઓ અને ભાજપના નેતાઓનો કદી અનુભવ નથી થયો. પોણા ત્રણ લાખ વાહનોની જયાંથી દરરોજ અવર જવર થાય છે એ રસ્તો બંધ કરતી વખતે એવી જ માનસિકતા અધિકારીઓની હશે કે લોકો હેરાન થશે એટલે અન્ય રસ્તાઓ  વળી જશે. એથી આપોઆપ સમશ્યા હલ થઇ જશે. આપણે વધુ પળોજણ કરવાની જરૂર નથી. દુ:ખ સાથે કહેવું પડે કે સભા ગજવાનારા નેતાઓ અદ્રશ્ય છે. અખબારો અને માધ્યમો પ્રજા વતિ ચીખે છે. પ્રજા સહનશકિતના નવા નવા આયામ સર કરતી જાય છે. કોંગ્રેસના નેતા ચૂટણી લડી અમરેલી ચાલ્યા ગયા છે. અન્ય નેતાઓ પદ મળ્યાનો હનિમુન પિરિયડ હજુ ઉજવી રહયા છે. કોઇ આંદોલન નથી. કોઇ વિરોધ નથી. પ્રજા હેરાન થાય છે અધિકારી અને પદાધિકારીઓ રાજકિય પક્ષો તેમની મસ્તીમાં છે. ખાસ કરીને ભાજપને આટલી અન્ડર પર્ફોર્મન્સમાં કદી નથી જોયુ. આશા રાખીએ કે ભાજપમાં ભૂતકાળમાં હતાં એવા કોઇ નેતાઓ સમગ્ર મામલો હાથમાં લઇ અને લોકોની હાડમારી દૂર કરે.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!
રાષ્ટ્રિય

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

By 16 hours ago
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
Health News : ડિમેન્શિયાનું સામાન્ય સ્વરૂપ એવા અલ્ઝાઈમર બીમારીના આ છે શરૂઆતી લક્ષણો
Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત
Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?