- અમદાવાદમાં વર્લ્ડ કપની મેચને લઇને જોરદાર ક્રેઝ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્રિકેટ પ્રેમીઓનું કીડીયારુ ઉભરાયુ
- સચિન તેંદુલકરનો પ્રશંસક આવ્યો છે મેચ જોવા
અમદાવાદમાં રમનારી વર્લ્ડ કપને લઇને લોકોમાં ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. દેશ વિદેશમાંથી તમામ લોકો મેચ જોવા અમદાવાદમાં જમાવટ કરી રહ્યા છે. ત્યારે સચિન તેંદુલકરના પ્રશંસક એવા સુધીર કુમાર ચૌધરી પણ મેચ જોવા પહોંચ્યા છે. તિરંગાના રંગે રંગાઇને તેઓ આવ્યા છે. અહીં આવનાર લોકોમાં એક જ ઉત્સાહ છે કે ટીમ ઇન્ડિયા જીતશે. ત્યારે સુધીર કુમારે પણ ટીમ ઇન્ડિયાની જીતની આશા સેવી હતી.
ટીમ ઇન્ડિયા 2011ની જીત રિપીટ કરશે- સચિન કુમાર ચૌધરી
ટીમ ઈન્ડિયાના સમર્થક અને સચિન તેંડુલકરના પ્રશંસક સુધીર કુમાર ચૌધરીએ જણાવ્યુ કે ટીમ ઈન્ડિયા 2011ની જીતનું પુનરાવર્તન કરશે. હું ઈચ્છું છું કે રોહિત શર્મા અને શુભમન ગિલ સદી ફટકારે અને 450 રનનો ટાર્ગેટ આપે અને સરળતાથી જીતે.
મેચ જોવા શું લઇ જઇ શકો અને શું નહી ?
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મહાજંગને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે તંત્રએ પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં સવારના 10 વાગ્યાથી જ લોકોને પ્રવેશ આપવાનું શરૂ કરી દેવાશે અને સ્ટેડિયમમાં પ્રવેશતા સમયે દર્શકોને પર્સ અને મોબાઈલ ફોન સિવાયની કોઈપણ જાતની વસ્તુઓ લઈ જવા દેવામાં આવશે નહીં.
જો તમે પણ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છો. જો સુરક્ષાની વ્યવસ્થા માટે તંત્રએ કેટલીક તૈયારીઓના પગલાં લીધા છે. જેમાં સ્ટેડિયમમાં સવારના 10 વાગ્યાથી જ લોકોને પ્રવેશ આપવાનું શરૂ કરી દેવાશે અને સ્ટેડિયમમાં પ્રવેશતા સમયે દર્શકોને પર્સ અને મોબાઈલ ફોન સિવાયની કોઈપણ જાતની વસ્તુઓ લઈ જવા દેવામાં આવશે નહીં.
આ ઉપરાંત મહિલાદર્શકને સ્ટેડિયમમાં એક નાની એવી લિપસ્ટીક તો સાથે પુરુષોને કાંસકો પણ નહીં લઈ જવા દેવામાં આવે છે. તેમજ ખેલાડીને સપોર્ટ કરવા બેનર, ઝંડા, પોસ્ટર લઈ જઈ શકશો પરંતુ, ઝંડો લગાવવાની સ્ટિક કે અન્ય વસ્તુ નહીં લઈ જઈ શકાશે.
આ સાથે જ મેચ માટે પ્રવેશ દરમિયાન તમામ દર્શકોનું સ્કેનિંગ તેમજ સુરક્ષા જવાનો દ્વારા ચેકિંગ કરવામાં આવશે. જેમાં દર્શકોને માત્ર મોબાઈલ અને નાના પર્સ સાથે જ સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ પાણીની બોટલથી લઈને ખાવાની ચીજવસ્તુઓ પણ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત માવા-સિગારેટ જેવી કોઈપણ વ્યસનની ચીજવસ્તુઓ સાથે પણ દર્શક સ્ટેડિયમમાં પ્રવેશી શકશે નહીં.


