- વિશ્વમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે
- ભારત વિશ્વના 10 સૌથી ગરમ વિસ્તારોની યાદીમાં નથી
- વિશ્વનું સૌથી ગરમ સ્થળ અમેરિકાનું ડેથ વેલી છે
વિશ્વમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. ભારતના ઘણા વિસ્કારમાં ગરમીની દુર્ઘટનાઓ જોવા મળી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં ભીષણ ગરમી રેકોર્ડ તોડી રહી છે પરંતુ ભારત વિશ્વના સૌથી ગરમ વિસ્તારોમાં નથી. તો જાણો વિશ્વના 10 સૌથી ગરમ વિસ્તાર વિશે.
વિશ્વમાં આર્કટિકની થીજી ગયેલી ઠંડી સાથે, પૃથ્વી પર સહારાનું સળગતું રણ પણ છે. ભારતમાં આકરી ગરમી જોવા મળી રહી છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 48 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ગયો છે. જૂન મહિનાની આકરી ગરમીમાંથી રાહત મળે તેમ નથી. અનુમાન મુજબ જૂનના અંત સુધીમાં ચોમાસું ઉત્તર ભારતમાં પહોંચી જશે. પરંતુ એવું નથી કે ભારતમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. જો આપણે વિશ્વના ટોપ 10 સૌથી ગરમ સ્થળોની વાત કરીએ તો ભારત તેમાં નથી. ચાલો તેમના વિશે જાણીએ. આ યાદી સૌથી વધુ નોંધાયેલા તાપમાન પર આધારિત છે.
1. ફર્નેશ ક્રિક, ડેથ વેલી (અમેરિકા)
વિશ્વમાં સૌથી ગરમ સ્થળ અમેરિકાનું ડેથ વેલી છે. જ્યાં 10 જુલાઈ 1931ના રોજ 56.7 તાપમાન નોંધવામાં આવ્યું હતું. ગરમીમાં અહીંનું સરેરાશ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ થઈ જતું હોય છે. અહીંની સપાટી વધુ ગરમ હોય છે. 15 જુલાઈ 1972ના દિવસે ડેથ વેલીમાં જમીનનું તાપમાન 93.9 ડિગ્રી સેલ્સિયસ હતું જે પાણીને ઉકાળવાના તાપમાન કરતાં થોડી ડિગ્રી ઓછું હતું.
2. કેબિલી (ટ્યૂનીશિયા)
આફ્રિકામાં સૌથી ગરમ તાપમાન સાત જુલાઈ 1931ના રોજ ટ્યૂનીશિયાના કેબિલીમાં નોંધાયું હતું. અહીં તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. પૃથ્વી પર આ સૌથી બીજા નંબરનું ગરમ તાપમાન હતું.
3. અહવાઝ (ઈરાન)
ઈરાનનું અહવાઝમાં 29 જૂન 20217ની સાંજે 54 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીંની વસ્તી આશરે 13 લાખ લોકોની છે. આ શહેર પોતાના નવ બ્રિજ ખાસ કરી બ્લેક બ્રિજ અને વ્હાઈટ બ્રિજ માટે જાણીતું છે.
4. તિરતત્સવી (ઈઝરાયલ)
ઈઝરાયલના તિરતત્સવી વિસ્તારમાં 21 જૂન 1942ના દિવસે 54 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. ઈઝરાયલને યુરોપિયન દેશની શ્રેણીમાં રાખે છે. જેથી આ સત્તાવાર રતે યુરોપનું સૌથી ઉંચું તાપમાન છે. આ સ્થળ જોર્ડનની સરહદ પાસે આવેલું છે. વર્ષ-2021 સુધી આની વસ્તી માત્ર 975 લોકોની હતી.
5. મિત્રિબાહ (કુવૈત)
વિશ્વ હમાન વિજ્ઞાન સંગઠન અનુસાર આ વિસ્તાર વિશ્વનો સૌથી ગરમ ગણાય છે. આ સ્થળ વિશ્વનું પાંચમા નંબરનું તાપમાન ધરાવે છે. મિત્રિબાગ હવમાન સ્ટેશન કુવૈતમાં 53.9 ડિગ્રી સેલ્સિયલ ગરમી માપવામાં આવી હતી. અહીં 21 જુલાઈ 2016માં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.
6. બસરા (ઈરાક)
મિડલ ઈસ્ટ વિશ્વનૌ સૌથી ગરમ વિસ્તારોમાંનો એક છે. અહીંનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયની ઉપર નીકળી જાય છે. ઈરાકનું બસરા પણ આવી પ્રચંડ ગરમી ધરાવતું સ્થળ છે. 22 જુલાઈ 20216ના દિવસે અહીં સૌથી વધુ તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વિસ્તારમાં આશરે 15 લાખ લોકો રહે છે.
7. તુર્બક (પાકિસ્તાન)
ભારતના પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં આવેલું તુર્બક સાતમા નંબરનું સૌથી ગરમ તાપમાન ધરાવતું સ્થળ રહ્યું છે. 28 મે 2017માં પાકિસ્તાનના તુર્બતમાં 53.7 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. જે એ સમયનું ચૌથું સૌથી ગરમ તાપમાન હતું. આને એશિયાનું સૌથી ગરમ શહેરોમાંથી એક ગણાય છે.
8. અલ ઝઝીરા બોર્ડર ગેટ (યુએઈ)
યુએઈમાં અલ ઝઝીરા બોર્ડર ગેટ પર જુલાઈ 2002માં 52 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વર્ષ-2013માં અહીંનું તાપમાન ફરી આટલું જ થયું હતું.
9. મેક્સિકૈલી (મેક્સિકો)
28 જુલાઈ 1995ના રોજ મેક્સિકોના મેક્સિકૈલી ઘાટીમાં 52 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. પૃથ્વી પર રેકોર્ડ કરાયેલું આ નવમું સૌથી ગરમ તાપમાન છે. અહીં જ સૌથી ઓછું તાપમાન નોંધાયાની વાત કરીએ તો આ માયનસ સાત ડિગ્રી સેલ્સિયસ છે. આ મેક્સિન રાજ્ય બાજા કેલિફોર્નિયાના ઉત્તરમાં આવેલું છે. જે પોતાની ગરમી માટે ઓળખવામાં આવે છે.
10. જેદ્દા (સાઉદી અરબ)
પૃથ્વી પર સૌથી ગરમ સ્થળોમાં જેદ્દાનું સ્થાન છે. જૂન-2010ના રોજ અહીંનું તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ગરમી રેકોર્ડ સ્તરે હતી. જેદ્દા સાઉદી અરબના પ્રાચીન બંદરનું શહેર છે.


