આ દિવસોમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના બાળપણના મિત્ર વિનોજ કાંબલી ચર્ચામાં છે. કાંબલીના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેની હાલત બહુ સારી દેખાતી નથી. જે બાદ હવે વિનોદ કાંબલીની તબિયતને લઈને દરેક લોકો ચિંતિત છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કાંબલીને લઈને મોટું વચન આપ્યું છે.
1983 વર્લ્ડકપ વિજેતા ટીમ કરશે દેખભાળ
આ દિવસોમાં સુનીલ ગાવસ્કર ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં હાજર છે, જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ દરમિયાન સ્પોર્ટ્સ ટુડેને એક ઈન્ટરવ્યુ આપતા ગાવસ્કરે કહ્યું કે, મને મદદ શબ્દ ગમે છે અને 1983ની વર્લ્ડકપ વિજેતા ટીમ પણ યુવા ખેલાડીઓને લઈને ઘણી સભાન છે, તેમાંથી કેટલાક મારા પુત્રો જેવા છે. અમે બધા ખાસ કરીને એવા ખેલાડીઓ માટે ખૂબ જ ચિંતિત છીએ જેમનું નસીબ તેમને છોડી દે છે.
તેણે વધુમાં કહ્યું હતું કે, અમે વિનોદ કાંબલીની સંભાળ રાખવા માંગીએ છીએ અને તેને તેના પગ પર ઉભા રહેવામાં મદદ કરવા માંગીએ છીએ. જો કે અમે આ કેવી રીતે કરીશું તે વિશે આગળ વિચારવામાં આવશે, પરંતુ અમે દરેક સંભવિત રીતે ભાગ્ય સામે લાચાર ખેલાડીઓની મદદ કરવા માંગીએ છીએ.
સચિન સાથેનો વીડિયો થયો વાયરલ
તાજેતરમાં વિનોદ કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયોમાં સચિન તેંડુલકર પણ જોવા મળ્યો હતો. જ્યારે સચિન કાબલીની સામે જાય છે, ત્યારે વિનોદ તેનો હાથ પકડીને જવા દેવાની ના પાડે છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાંબલી પોતાની સીટ પરથી ઉઠવા પણ સક્ષમ નથી. આ પહેલા પણ કબાલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં તે એક વ્યક્તિના સહારે ચાલતો જોવા મળ્યો હતો. તેની હાલત જોઈને ચાહકો પણ હવે પરેશાન દેખાઈ રહ્યા છે.


