- અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગણેશજીની મૂર્તિ અને ભગવદ્ ગીતી લઈ ગઈ
- સુનિતા વિલિયમ્સ ખુશીની નાચી અને પરિવાર સાથે વાત કરી
- અવકાશમાં આવેલા સ્પેસ સ્ટેશનમાં સુનિતા-વિલ્મોરનું ઘંટ વગાડી સ્વાગત કરાયું
ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોર ગુરુવારે સલામત રીતે અવકાશમાં પહોંચી ગયા છે. આ દરમિયાન વિલિયમ્સ ખુશીની નાચી ઉઠી હતી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મહત્ત્વનું છે કે બોઈંગના સ્ટારલાઈન અવકાશ યાનમાં સવાર થઈ બંને અવકાશયાત્રીઓ અવકાશ સ્ટેશન આઈએસએસ પહોંચી ગયા છે. અવકાશ યાત્રી સુનિતા વિલિય્મસ અને તેના સહયોગી બુચ વિલ્મોરે ઉડ્ડયનની ક્ષમતાનું પરીક્ષણ પણ કર્યું હતું. બંનેએ અવકાશ યાનના સભ્યોની રીતે પોતાના હાથની આનું નિયંત્રણ લઈ ઈતિહાસ રચી દીધો છે. આવું કરનારી સુનિતા પ્રથમ મહિલા બની ગઈ છે.
https://x.com/i/status/1798825054261920152
અવકાશયાનનો કંટ્રોલ જાતે લીધો
તમને જણાવી દઈએ કે, સ્પેસક્રાફ્ટ સામાન્ય રીતે ઓટો હોય છે, પરંતુ લગભગ બે કલાકની ઓટો ફ્લાઇટ દરમિયાન ક્રૂએ સ્પેસક્રાફ્ટને જાતે કંટ્રોલ કરી લીધો હતો. તેઓએ સ્ટારલાઈનરને પૃથ્વી તરફ નિર્દેશ કર્યો જેથી સર્વિસ મોડ્યુલની પાછળના તેના સંચાર એન્ટેના ટ્રેકિંગ અને ડેટા રિલે ઉપગ્રહો તરફ નિર્દેશ કરી શકે. પછી તેઓએ અવકાશયાનને એવી રીતે ફેરવ્યું કે તે સૂર્યનો સામનો કરે છે જેથી જો જરૂર હોય તો તેઓ આંતરિક બેટરીઓને ચાર્જ કરી શકે. આ સમગ્ર કવાયતનો હેતુ એ બતાવવાનો હતો કે ત્રણેય ફ્લાઈટ કમ્પ્યૂટર એક જ સમયે બંધ થઈ જાય તો અવકાશમાં કાર્ય કરી શકે છે. તેઓએ અવકાશયાનને મેન્યુઅલી વેગ આપ્યો અને પછી તેને ધીમો કર્યો જેથી જો જરૂરી હોય તો ક્રૂ સ્પેસ સ્ટેશનની ભ્રમણકક્ષાથી અલગ થઈ શકે છે.
ભગવાન ગણેશ મૂર્તિ, ભગવદ ગીતા અને હવે આ ખાસ
વિલિયમ્સ અગાઉ ભગવાન ગણેશની મૂર્તિ અને ભગવદ ગીતાને અવકાશમાં લઈ ગયા છે. હવે આ તેની ત્રીજી અવકાશ યાત્રા છે. જ્યારે તે સ્પેસ સ્ટેશન પર પહોંચી ત્યારે તે ખાસ અંદાજમાં જોવા મળી હતી. તે અવકાશમાં પહોંચતાની સાથે જ આનંદથી કૂદતી જોવા મળી હતી. આ સમય દરમિયાન તેણે ISS પર સવાર અન્ય સાત અવકાશયાત્રીઓને પણ નાચ્યા અને ગળે લગાવ્યા હતા.
સુનિતાનું ઘંટ વગાડી સ્વાગત કરાયું
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને ઘંટ વગાડીને આવકારવામાં આવ્યા હતા, જે લાંબા સમયથી ચાલતી અવકાશયાત્રીઓની જૂની પરંપરા છે. જ્યારે તેના ડાન્સ પર સુનિતાએ કહ્યું કે આ વસ્તુઓને આગળ લઈ જવાનો રસ્તો છે.
26 કલાકનો પ્રવાસ
પોતાના સુંદર સ્વાગત માટે ચાલકદળના સભ્યોને પરિવાર કહેતા સુનિતા વિલિયમ્સે સૌનો આભાર માન્યો હતો. તેમને જણાવ્યું કે હું તમને બધાને યાદ કરતી નથી. તમને જાણીને આનંદ થશે કે હું અહીં મારા બીજા પરિવાર સાથે છું અને હું અહીં ખૂબ જ ખુશ છું. તમને જણાવી દઈએ કે, વિલિયમ્સ અને વિલ્મોર સ્ટારલાઈનર ઉડાડનાર પ્રથમ ક્રૂ છે. તેઓએ ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોન્ચ કર્યાના લગભગ 26 કલાક પછી ISS પર બોઈંગ અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું.
એક કલાક મોડી થયું
સામાન્ય હિલિયમ લિક જેવી ટેક્નિકલ ખામીને લીધે અવકાશમાં ઉતરાણમાં આશરે એક કલાકનું મોડું થયું હતું. મહત્ત્વનું થે કે વિલિયમ્સ અને વિલ્મોર અવકાશમાં આશરે એક અઠવાડિયું પસાર કરશે અને જુદાજુદા પરીક્ષણોમાં મદદ કરશે અને વૈજ્ઞાનિક પ્રયોગ કરશે.
આવું કરનાર વિશ્વની પ્રથમ મહિલા અવકાશયાત્રી બની
એવું જાણવા મળ્યું છે કે બોઇંગ સ્ટારલાઇનરની ફ્લાઇટ વિવિધ કારણોસર ઘણી વખત ખોરવાઈ ગઈ હતી. આખરે, આ વાહન ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું. સુનીતા વિલિયમ્સ આવા મિશન પર જનાર વિશ્વની પ્રથમ મહિલા અવકાશયાત્રી બની છે. મે 1987માં સુનિતે યુએસ નેવલ એકેડમીમાંથી તાલીમ લીધી. આ પછી તે યુએસ નેવીમાં જોડાઈ. 1998માં તેમને નાસા દ્વારા અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પહેલા સુનીતા વિલિયમ્સ 2006 અને 2012માં સ્પેસ મિશનનો હિસ્સો રહી ચૂકી છે.


