- સુરતના ટીમ્બા ગામ પાસે યુવક ડૂબ્યો
- મિત્રો સાથે નદીમાં સ્નાન કરવા ગયો હતો યુવક
- મૃતકનું નામ આર્યન શિવદાશ કર્મા હોવાનું આવ્યું સામે
કામરેજના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી તાપી નદીમાં આર્યન શિવદાશ કર્મા નામનો યુવક મિત્રો સાથે ન્હાવા માટે આવ્યો હતો. તે મિત્રો સાથે ન્હાવા માટે નદીમાં કૂદ્યો હતો. આ દરમિયાન તે અચાનક તાપી નદીના પાણીમાં ડૂબી ગયો હતો. જે બાદ આર્યનની સાથે આવેલા મિત્રોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમાં ફોન કરીને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ, કામરેજ ગળતેશ્વર નજીક તાપી નદીમાં વધુ એક યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. તાપી નદીમાં આર્યન શિવદાશ કર્મા નામનો યુવક મિત્રો સાથે ન્હાવા માટે ગયો હતો. તે દરમિયાન આર્યન શિવદાશ કર્માનામનો યુવક ડૂબવા લાગ્યો હતો.
આર્યનની સાથે આવેલા મિત્રોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમાં ફોન કરીને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરી હતી. મૃતકનું નામ આર્યન શિવદાશ કર્મા હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.


