સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મના આરોપીનું રહસ્યમય મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. નવસારીમાં દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ થઈ હતી. ત્યાર બાદ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેદી સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો. જ્યાં તેનું અચાનક રહસ્યમય મોત થતાં અનેક સવાલો ઉભા થયાં છે.
સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કેદીનું મોત થયું
પ્રાપ્ત વિગતો પ્રમાણે નવસારીમાં 2021માં સદ્દામ હુસેન નામના આરોપીને દુષ્કર્મની ઘટનામાં જેલ ભેગો કરાયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપી સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો. તેને ખભાના ભાગે અચાનક દુઃખાવો થતાં તે બેભાન થઈ ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ Deesa: ભીલડી પાર્શ્વનાથ ભગવાનની જન્મ કલ્યાણ દિવસ નિમિતે ભવ્ય લોક મેળો ભરાયો


