- પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ
- ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી
- 11 જેટલી શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ
રાજકોટમાં TRP ગેમઝોનમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ હવે રાજ્યભરમાં તપાસ કરવામાં આવી રહી છે. હવે રાજકોટની દુર્ઘટના બાદ હવે સુરેન્દ્રનગરની તંત્ર પણ સફાળું જાગ્યું છે. જેમાં સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગે તપાસની કામગીરી હાથ ધરી
રાજકોટ TRP ગેમઝોનમાં બનેલી દુર્ઘટના બાદ હવે સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગે તપાસની કામગીરી હાથ ધરી છે. જેમાં 11 જેટલી શાળાઓમાં ફાયર સેફટીના સાધનો ન હોવાના કારણે ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે.
બાળકો જીવના જોખમે અભ્યાસ કરતાં હતા
અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસમાં 11 જેટલી શાળાઓમાં ફાયર સેફટીના કોઈ સાધનો જ ના હોવાનું સામે આવ્યું છે. અહિયાં આ શાળામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે હવે ચેકિંગ દરમિયાન પ્રથમ દિવસે જ 11 શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળતા શિક્ષણ વિભાગ પણ ચોકયું હતું. હવે રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ સફાળું જાગીને કામગીરીમાં લાગી ગયું છે.
ફાયર સેફટીનો અભાવ હોય તે સ્થળો સીલ
મહત્વનું છે કે, રાજકોટમાં TRP ગેમઝોનમાં જે દુર્ઘટના બની તેમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ હતી. અને હજી સુધી આ મસુમો જેમણે તેમનો જીવ ગુમાવ્યો અને એ પરિવારો કે જેમના માળા વિખરાય ગયા તેમને હજી સુધી ન્યાય મળી શક્યો નથી. ત્યારે હવે રાજ્યમાં બીજી આવી કોઈ દુર્ઘટના ના બને તેના માટે હવે ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે. અને જ્યાં પણ ફાયર સેફટીનો અભાવ જણાય ત્યાં સીલ કરવામાં આવી રહ્યું છે.


