- વઢવાણમાં કારડીયા સમાજના કાર્યક્રમમાં આપ્યું નિવેદન
- કારડીયા સમાજના 2 નહીં 4 ધારાસભ્ય હોવા જોઈએ
- સરકારમાં આપણા સમાજનો એક પણ મિનિસ્ટર નથી: ચુડાસમા
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે સામાજિક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ રાજકીય નિવેદન આપ્યું છે. IPS અભય ચુડાસમાએ કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં આપણા કારડીયા સમાજના 4 ધારાસભ્ય હોવા જોઈએ, હાલ માત્ર 2 ધારાસભ્ય છે.
ગુજરાતમાં આપણા કારડીયા સમાજના 2 ધારાસભ્ય માંડ માંડ જીતે છે
IPS અભય ચુડાસમાએ નિવેદન આપતા વધુમાં કહ્યું કે ગુજરાતમાં આપણા કારડીયા સમાજના 2 ધારાસભ્ય માંડ માંડ જીતે છે, કારણ કે આપણા સમાજમાં એકતા નથી. એના મૂળ કારણ સુધી પહોંચવું જોઈએ. સરકારમાં આપણા કારડીયા સમાજના એક પણ મિનિસ્ટર પણ નથી, આપણો સમાજ એક ન હોવાથી આવું થઈ રહ્યું છે.
IPS અભય ચુડાસમાના નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળી શકે
IPS અભય ચુડાસમાએ કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું કે આપણો સમાજ ખુબ જ શક્તિશાળી છે. ત્યારે બીજી તરફ IPS અભય ચુડાસમાએ આપેલા નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં IPS અભય ચુડાસમા ગાંધીનગર ખાતે આવેલા કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ ઓફ ધ સ્ટેટ પોલીસ ટ્રેનિંગ સેન્ટર તરીકે ફરજ બજાવે છે.