- ચોટીલાના પીપળીયા(ધા) ગામે જુગાર રમતા 8 પકડાયાઃ સુરેન્દ્રનગરમાં સ્કૂલ પાસેના મકાનમાંથી છને દબોચ્યા
- ખમીસાણા ગામે રમાતા ગુડદી-પાસાના જુગાર પર રેડ, 4 પકડાયા : પોલીસે રૂ. 2 .06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- 18 શખ્સો રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂ. 2,06,330ની મત્તા સાથે પકડાયા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પીપળીયા (ધા), વઢવાણ તાલુકાના ખમીસાણા અને સુરેન્દ્રનગરમાં સ્કૂલ પાસેના મકાનમાં જુગારની રેડ કરી હતી. જેમાં કુલ 18 શખ્સો રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂ. 2,06,330ની મત્તા સાથે પકડાયા હતા. ખમીસાણામાં થયેલ દરોડામાં 5 શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.
એલસીબી ટીમના વી.પી.પરમાર, કુલદીપભાઈ, ભરતભાઈ સહિતનાઓ ચોટીલા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે સ્ટાફને પીપળીયા(ધા) ગામે સીમ વિસ્તારમાં ખુલ્લામાં અમુક શખ્સો ગંજીપાનાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં મયુર રમેશભાઈ તળાવીયા, જીતા ગોકળભાઈ મકવાણા, રામકુ શાર્દુલભાઈ વીકમા, વિપુલ ભનાભાઈ મકવાણા, વીરમ પાંચાભાઈ રોજાસરા, લક્ષ્મણ લીંબાભાઈ દુધરેજીયા, રાજુ પોલાભાઈ સાબળીયા અને લાલા પોલાભાઈ સાબળીયા જુગાર રમતા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 55,800 મોબાઈલ ફોન અને 2 બાઈક સહિત કુલ રૂપીયા 1,26,300નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બનાવની નાની મોલડી પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
જયારે જોરાવરનગર પોલીસ મથકની સર્વેલન્સ ટીમના અશોકસીંહ પરમાર, મીતભાઈ મુંજપરા, અમીતભાઈ મહેતા સહિતનાઓને ખમીસાણાની સીમમાં ગુડદી પાસાનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈ જુગારિયાઓમાં નાસભાગ મચી હતી. જેમાં પોલીસે મુન્ના કરણાભાઈ ટોરીયા, અશોક મુળચંદભાઈ મગનાણી, નાગરાજસીંહ જશુભા રાણા, પીન્ટુ અખેરાજભાઈ ડીંડપરા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 30,890 કબજે કરી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. દરોડામાં નારાયણ ઉર્ફે ભુરો છેલાભાઈ ધ્રાંગીયા, અજીત ઉર્ફે ટીડો લાલજીભાઈ નાકીયા, સુરેશ સોંડાભાઈ ભંકોળીયા, અશોક ભોપાભાઈ ડાભી અને ગોપાલ રાણાભાઈ શીયાળ ફરાર થઈ ગયા હતા. બીજી તરફ સુરેન્દ્રનગર બી ડીવીઝન પીએસઆઈ એસ.પી.ઝાલા, એસ.એમ.શેખ, દિનેશભાઈ, નરેન્દ્રસીંહ, શકતીસીંહ સહિતનાઓને સનફલાવર સ્કૂલ પાસે રહેતો હકા ભવાણીયા પોતાના ઘરે જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં હકા માધુભાઈ ભવાણીયા, નટવર પ્રભુદાસ વ્યાસ, અશોક પ્યારઅલી વઢવાણીયા, રામજી લાલજીભાઈ માધર, ગોપાલ જગાભાઈ સીંધવ, અર્જુન યકીનભાઈ બહેવાસી ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપિયા 28,640 અને 5 મોબાઈલ કિંમત રૂપિયા 20,500 સહિત કુલ 49,140ની મત્તા સાથે પકડાયા હતા.


