- ચોટીલા ગ્રામ્યમાંથી સીલીકા સેન્ડની ખનીજ ચોરી ઝડપાઇ
- ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
- ખનીજ માફીયાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપી લેવા માટે જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ રેડ કરતા સીલીકા સેન્ડ, રેતી અને બ્લેક ટ્રેપ સહિતની ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં અલગ-અલગ પ્રકારના ખનીજ નીકળે છે ત્યારે અમુક જગ્યાએ થતી ખનીજ ચોરી અટકાવવા માટે જિલ્લા ખાણ ખનીજ અધિકારી નિરવ બારોટના માર્ગદર્શન હેઠળ ટીમે અલગ અલગ જગ્યાએ રેડ કરી હતી. ચોટીલાના નાવા વિસ્તારમાં સીલીકા સેન્ડની ચોરી થતી હોવાની બાતમીના આધારે રેડ કરતા એક હિટાચી, એક લોડર અને ત્રણ ટ્રેકટર સહિતનો મુદમાલ જપ્ત કર્યો હતો.બીજી તરફ હાઇવે ઉપરથી ડમ્પરોમાં જતા ખનીજનું વહન કરતા સમયે ચેકીંગ દરમિયાન રેતી અને બ્લેક ટ્રેપ સહિતના ખનીજ રોયલ્ટી વગર અને ઓવરલોડ લઇ જતા સમયે અલગ-અલગ જગ્યાએથી 10 ડમ્પરો ઝડપી લીધા હતા.આમ ખનીજ વિભાગ દ્વારા ખનીજચોરી ઝડપી લેવા માટે સપાટો બોલાવતા ખનીજ માફીયાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.


