ભારતના દિવાળી પર્વને UNESCOની યાદીમાં સ્થાન મળ્યું છે. જે બતાવે છે કે ભારતીય સંસ્કૃતિની આજે દુનિયા પણ ફેન થઈ છે. આજે લોકો સ્વાસ્થ્ય સમસ્યામાં ભારતની પ્રાચીન પદ્ધતિને અપનાવવા લાગ્યા છે. આજકાલ ડાયાબિટીસ, કેન્સર જેવી દુર્લભ બીમારીનું પ્રમાણ વધ્યું છે. એટલે જ લોકો ફિટનેસને લઈને જાગૃત બન્યા છે. શક્ય બને ત્યાં સુધી લોકો હવે સામાન્ય સ્વાસ્થય સમસ્યામાં દવાઓના બદલે આર્યુવેદિક પદ્ધતિ અપનાવી ઉપચાર કરે છે. પ્રાચીન ભારતમાં સ્વસ્થ રહેવા લોકો સૂર્યનમસ્કાર જેવા યોગાસન કરતા હતા.
ફિટ રહેવા કરો સૂર્યનમસ્કાર
સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા સૂર્ય નમસ્કાર કરવા કેટલા જરૂરી છે તે આજે લોકોએ સ્વીકાર કર્યો છે. સૂર્ય નમસ્કાર ફકત શારીરિક સ્વસ્થતા જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સૂર્ય નમસ્કાર દરરોજ યોગ્ય રીતે કરવામાં આવે તો તે આખા શરીર માટે વરદાન છે. દરરોજ 10 થી 12 રાઉન્ડ સૂર્ય નમસ્કાર કરવાથી માત્ર વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે પણ ધીમે ધીમે પેટની ચરબી પણ ઓછી થાય છે. તો સાથે સાથે આજે જયાં લોકોમાં તણાવ વધ્યો છે ત્યાં સૂર્યનમસ્કાર કરવાથી માનસિક રાહત મળે છે તેવું લોકો પણ કહી રહ્યા છે. 30 દિવસ સુધી નિયમિતપણે સૂર્યનમસ્કાર કરવાથી માત્ર સ્નાયુઓ અને સાંધાને મજબૂત બનાવતું નથી પણ હોર્મોન્સને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.
દરરોજ સૂર્યનમસ્કાર કરવાના ફાયદા
30 દિવસ સતત સૂર્ય નમસ્કાર કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. દરરોજ 10-12 રાઉન્ડ કરવાથી કેલરી બર્ન થાય છે અને પેટ અને કમરની ચરબી ઓછી થાય છે. કબજિયાત, ગેસ અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે અને ચયાપચય સુધરે છે. સવારે સૂર્ય નમસ્કાર કરવાથી શરીર દિવસભર તાજગી અને સક્રિય રહો છે. શ્વાસનું સંકલન મનને શાંત રાખે છે અને તાણ અને ચિંતા ઘટાડે છે. ઊંડા શ્વાસ લેવાથી ઓક્સિજનનો પ્રવાહ સુધરતા ફેંફસાની ક્ષમતામાં વધારો થાય છે. નિયમિત કસરત હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરે છે, જે મૂડ અને ઊંઘમાં સુધારો કરે છે. નિયમિત સૂર્યનસ્કાર કરવાથી કરોડરજ્જુ, ખભા અને ઘૂંટણ વધુ લવચીક બને છે, શરીર અને મન બંનેને મજબૂત બને છે રોગપ્રતિકારક શક્તિ વધે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


