- વીરપુરની સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર શાળા વિવાદમાં આવી
- હાથમાં છે વ્હીસ્કી ને આંખોમાં પાણી ગીત પર નચાવ્યા
- વીડિયો વાયરલ થતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો
વીરપુરની સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર શાળા વિવાદમાં આવી છે. જેમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને દારૂના ગીતો પર ડાન્સ કરાવ્યો છે. તેમાં હાથમાં છે વ્હીસ્કીને આંખોમાં પાણી ગીત પર વિદ્યાર્થીઓને નચાવ્યા હતા.
વિદ્યાર્થીઓને દારૂના ગીતો પર ડાન્સ કરાવતા વિવાદ થયો
વિદ્યાર્થીઓને દારૂના ગીતો પર ડાન્સ કરાવતા વિવાદ થયો છે. વીડિયો વાયરલ થતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. મહીસાગરમાં સંસ્કારનું સિંચન કરતી શાળામાં બીયર અને દારૂની મહેફીલના ગીતો પર ડાન્સ કરાવતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ છે. મહીસાગર જિલ્લાના વીરપુરની એક ખાનગી શાળા વિવાદમાં આવી છે. સ્થાનિક ગ્રામજનોના વોટ્સએપ ગ્રુપોમાં લોકોએ રોષ ઠાલવ્યો છે.
ગાડી હવે રતનપુર બોર્ડર જવાની ગીત પર નાના ભૂલકોઓને શાળામાં ડાન્સ કરવાયો
હાથ માં છે વિસ્કીને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બઉ મહેરબાની, ગાડી હવે રતનપુર બોર્ડર જવાની ગીત પર નાના ભૂલકોઓને શાળામાં ડાન્સ કરવાયો છે. ત્યારે શાળાના સંચાલકો બાળકોને કેવા પ્રકારના સંસ્કાર આપી રહ્યાં છે તેવાં અનેક સવાલો ઉઠ્યા છે. બાળક એક કુમળુ છોડ છે શિક્ષક જે દિશામાં વાડે તે દિશા જતુ હોય છે ત્યારે આવા ગીત ઉપર ડાન્સ કરાવતા આ શિક્ષકો બાળકોને કઈ દિશામાં લઇ જશે તેવા અનેક સવાલો લોકોએ ઉઠાવ્યા છે.


