- સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનું વિવાદીત નિવેદન
- દેવતાઓ વર્ષા કરતા હોય તેવા દર્શન થાય છે:નિરંજનદાસ સ્વામી
- પ્રબોધ સ્વામીના ચરણ પડતા માટી પણ પુલકિત થાય છે:સ્વામી
વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નો બફાટ સામે આવ્યો છે. અગાઉ પણ સનાતન ધર્મના અંગે વિવાદીત નિવેદન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો દ્વારા આપવામાં આવ્યા છે. ત્યારે હવે પ્રબોધ સ્વામીના ગુણગાન કરવામાં સાધુ ભાન ભુલ્યા છે અને દેવી દેવકાઓનું અપમાન કર્યું છે.
નિરંજનદાસ સ્વામીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, પ્રબોધ સ્વામીના દર્શન માટે દેવતાઓ ઝુરે છે. તેમજ દેવતાઓ આનંદિત થઈને ચંદન-પુષ્પની વર્ષા કરે છે. આ ઉપરાંત નિરંજનદાસે કહ્યું કે, દેવતાઓ વર્ષા કરતા હોય તેવા દર્શન થાય છે. જેની સાથે જ સનાતન ધર્મના સંતો ફરી એકવાર નારાજ થયા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવરનવર વિવાદાસ્પદ નિવેદનો આવતા રહેતા હોય છે. ત્યારે રાજકોટના જસદણ ખાતે એક સભામાં પ્રબોધ સ્વામીનાા ગુણગાનમાં નિરંજનદાસ સ્વામીએ બફાટ કર્યો છે. તેમજ તેમઓએ હિન્દુ દેવી દેવાતઓ અંગે કહ્યું કે, દેવતઓ પ્રબોધ સ્વામીના ચરણ પડતા માટી પણ પુલકિત થાય છે.
સ્વામી નિરંજનદાસે આપેલા આ નિવેદનનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. જેના કારણે હિન્દુ સંતો દ્વારા ફરી એકવાર માફીની માંગણી કરવામાં આવી રહ્યા છે. 26 તારીખે રાજકોટમાં સભા યોજાઈ હતી. જે દરમિયાન સોખડા સ્વામિનારાયણ મંદિરમાં બે જૂથ પડ્યા છે. હરિ પ્રસાદ સ્વામી અક્ષર નિવાસી થયા બાદ બે જૂથ પડયા છે. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ અલગ પડ્યું છે. બંને સંપ્રદાય અલગ થયા બાદ માનીતા સ્વામીના સમ્માનમાં દેવતાઓ નું અપમાન થઈ રહ્યું છે.