- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી T20
- બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- ભારતે અત્યાર સુધી 8 વખત ક્લીન સ્વીપ કર્યું
ભારતીય ક્રિકેટ ટીમ ઈતિહાસ રચવાના ઉંબરે છે. આજે જ્યારે ટીમ ઈન્ડિયા બેંગલુરુમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે ત્યારે તેની પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક હશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ પહેલા બે T20 જીતીને સીરીઝ જીતી ચૂકી છે. હવે રોહિત બ્રિગેડ ત્રીજી T20 જીતીને અફઘાનિસ્તાનનો સફાયો કરવા માંગશે. જો ટીમ ઈન્ડિયા ત્રીજી T20 જીતશે તો તેના નામે એક મોટો રેકોર્ડ બની જશે.
ભારત સૌથી વધુ ક્લીન સ્વીપ કરવાનો વર્લ્ડ રેકોર્ડ
જો ભારતીય ટીમ આજે ત્રીજી T20માં અફઘાનિસ્તાનને હરાવશે તો તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ક્લીન સ્વીપ કરનારી ટીમ બની જશે. હાલમાં આ વર્લ્ડ રેકોર્ડ સંયુક્ત રીતે ભારત અને પાકિસ્તાનના નામે છે. જો કે, જો ભારત આજે જીતશે, તો તે પાકિસ્તાનને પાછળ છોડીને સૌથી વધુ ક્લીન સ્વીપનો વર્લ્ડ રેકોર્ડ બનાવશે. ભારતીય ટીમ અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં 8 વખત ક્લીન સ્વીપ કરી ચુકી છે. પાકિસ્તાનની ટીમ પણ 8 વખત ક્લીન સ્વીપ કરી ચુકી છે.
T20માં સૌથી વધુ ક્લીન સ્વીપ ધરાવતી ટીમ
- પાકિસ્તાન- 8
- ભારત- 8
- ઈંગ્લેન્ડ- 4
- ઓસ્ટ્રેલિયા- 3
- ન્યુઝીલેન્ડ- 3
- દક્ષિણ આફ્રિકા- 3
ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ પહેલા છેલ્લી T20 મેચ રમશે
T20 વર્લ્ડકપ 2024 પહેલા ભારતની આ છેલ્લી T20 મેચ છે. આ પછી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ઘરની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે અને ત્યારબાદ IPL 2024નું આયોજન કરવામાં આવશે. IPL પછી તરત જ 2024 T20 વર્લ્ડકપ રમાશે, જેમાં કુલ 20 ટીમો ભાગ લેશે.


