પાયોરિયા એક ક્રોનિક ચેપ છે જેમાં દાંતમાં સોજો આવવો, કોઈ વસ્તુ ખાવાથી ભયંકર દુખાવો થાય છે. પાયોરિયા આ સામાન્ય લક્ષણ છે. કેટલાક સંજોગોમાં પાયોરિયાના કારણે દાંત નબળા અને હાડકા નબળા પડવા લાગે છે. દાંત સંબંધિત આ સમસ્યામાં સમયસર સારવાર જરૂરી છે. નહીંતર આગળ જતાં બીજા દાંતને પણ તે અસર કરે છે. પાયોરિયાની સમસ્યાથી છુટકારો મેળવા ઘરેલુ ઉપચાર કરી શકો છો.
પાયોરિયાના દુખાવો, રસોડાના મસાલાથી રાહત
રસોડામાં હાજર કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને પાયોરિયાના દુખાવામાં રાહત મળશે. ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવાતા પારંપરિક મસાલા ભોજનનો સ્વાદ વધારે છે. આ મસાલા અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં રામબાણ ઇલાજ પણ છે. જ્યારે ડોક્ટર પાસે વારંવાર મુલાકાત લેવી શક્ય ના હોય ત્યારે રસોડાના મસાલા એક આર્યુવેદિક ઔષધિ બને છે. પાયોરિયાની સમસ્યામાં રાહત મેળવવા તમે જરૂર આ ઘરેલુ ઉપચાર ટ્રાય કરો. રસોડાના મસાલા એક જડીબુટ્ટીની જેમ કામ કરશે.
જાણો કઈ વસ્તુથી મળશે પાયોરિયામાં રાહત
મીઠું : કોઈપણ ખોરાક આ મસાલા વગર અધૂરો છે. સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય માટે પણ મીઠું ઉપયોગી છે. પાયોરિયામાં દિવસ દરમિયાન હૂંફાળા પાણીમાં મીઠું નાખી વારંવાર કોગળા કરવાથી રાહત મળશે. મીઠું બેક્ટેરિયાનો નાશ કરતા પેઢાનો સોજો પણ ઓછો થશે.
લીમડો : સામાન્ય રીતે દાળ અને કઢી સિવાય ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા લીમડાનો પાન નાખવામાં આવે છે. લીમડાના પાનમાં એન્ટિબેક્ટેરીયણ ગુણધર્મ છે. આ પાનના કોગળા કરવાથી પાયોરિયાની સમસ્યાથી છુટકારો. સવારે ખાલી પેટે નરમ લીમડાના પાનનું સેવન કરો દુખાવામાં રાહત મળશે.
હળદર : હળદર એ શ્રેષ્ઠ આર્યુવેદિક ઔષધિ છે. દરેક પ્રકારની વાનગીનો સ્વાદ અને રંગ વધારવા માટે હળદરનો ઉપયોગ કરાય છે. હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે પેઢાની બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


