- પૂંછમાં એરફોર્સના વાહનોના કાફલા પર આતંકી હુમલો
- આતંકી હુમલામાં એક જવાન શહિદ
- સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં ભારતીય વાયુસેનાના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ થયો છે, જ્યારે બીજાની હાલત ગંભીર છે. દરમિયાન, બાકીના 3 જવાનોની સ્થિતિ સ્થિર છે. રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સ્થાનિક યુનિટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. એરફોર્સના વાહનોને શાહસિતાર પાસેના એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે. ઘાયલ સૈનિકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ,જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં ભારતીય વાયુસેનાના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં 4 જવાનો ઘાયલ થયા છે. જેમાં 2 લોકોની હાલત ગંભીર છે. જેમાંથી એક સૈનિકનું સહિદ થયો છે. અગાઉ સમાચાર સામે આવ્યા હતા કે, જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં ભારે આતંકવાદી ગોળીબારમાં 4 ભારતીય વાયુસેનાના જવાનો ઘાયલ થયા છે. તેઓ 2 વાહનોમાં મુસાફરી કરી રહ્યા હતા. ગયા વર્ષે સૈન્ય પર શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાના સાક્ષી રહેલા વિસ્તારમાં આ વર્ષે સશસ્ત્ર દળો પર આ પહેલો મોટો હુમલો છે.
સમગ્ર ઘટનાને લઇ સુરક્ષા અધિકારીનું નિવેદન
સુરક્ષા દળોના એક અધિકારીને જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો હતો. સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તેમજ શાહસિતાર પાસેના જનરલ એરિયામાં એરબેઝની અંદર વાહનોની સુરક્ષા કરવામાં આવી છે. સેનાના જવાનો ઘાયલ થયા છે.
હુમલો ક્યાં અને કયા સમયે થયો હતો?
સર્ચ ઓપરેશનમાં મદદ માટે સેના અને પોલીસની અન્ય ટુકડીઓને વિસ્તારમાં મોકલવામાં આવી છે. આ હુમલો સુનારકોટના સેનાઈ ગામમાં થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો સાંજે સાડા છ વાગ્યે થયો હતો. હુમલા બાદ સેનાના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે અનંતનાગ-રાજૌરી-પૂંચ લોકસભા સીટ પર 25 મેના રોજ મતદાન થવાનું છે.
કહેવામાં આવી રહ્યું છે કે ઘાયલ જવાનોને સારવાર માટે ઉધમપુરની સૈનિક હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તબીબોની વિશેષ ટીમ તમામની સારવાર કરી રહી છે. જોકે, એક જવાનની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.
પ્રદેશમાં આ વર્ષનો સૌથી મોટો હુમલો
જમ્મુ-કાશ્મીરનો પુંછ વિસ્તાર ઘણીવાર આતંકવાદીઓના નિશાના પર રહે છે. ગયા વર્ષે પણ આ વિસ્તાર સેના પર શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાનો સાક્ષી હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં આ વિસ્તારમાં આ સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે.
સુરક્ષા દળોના અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલો ત્યારે થયો જ્યારે ભારતીય વાયુસેનાનો કાફલો જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ તરફ આગળ વધી રહ્યો હતો. આતંકવાદીઓએ કાફલામાં સામેલ બે વાહનોને નિશાન બનાવ્યા અને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.


