- પાટણ અને ચાણસ્માના લાભાર્થીઓને આ કીટ વિતરણ કરવામાં આવી
- બે વર્ષ સુધી પડી રહેતા ખોખાઓ ઉપર ઉધઈ લાગી ગઇ
- કીટ ઉઘઇ ખાઇ ગઇ તો કેમ કર્મચારી દ્વારા લાભાર્થીઓને વિતરણ કરાયું
સરકાર દ્વારા ગરીબ અને નાના ધંધાર્થીઓ પગભર બને તે માટે ગરીબ કલ્યાણ મેળાઓ યોજી લાભાર્થીઓને અનેક પ્રકારની કીટોનું વિતરણ કરવામાં આવે છે. પણ સ્થાનિક વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે આ કીટો સમયસર લાભાર્થીઓ સુધી ન પહોંચાડી ગોડાઉનમાં જ ઉધઈ ખાઈ ગયા પછી તેનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાટણ અને ચાણસ્માના લાભાર્થીઓને આ કીટ વિતરણ કરવામાં આવી
આ પ્રકારની ઘટના પાટણ ખાતે બનવા પામી છે. સરકાર દ્વારા વર્ષ 2021-22 માં માનવ ગરીમા યોજના અંતર્ગત આપવામાં આવેલ કીટો ખાનગી સ્કૂલના એક ઓરડામાં પડી રખાઈ હતી. જેથી આ તમામ કીટો પડી રહેતા ઉધઈ ખાઈ ગઈ અને ત્યાર બાદ લાભાર્થીઓને આપવામાં આવી છે. જેમાં ગંભીર બેદરકારી પાટણ સમાજ કલ્યાણ વિભાગની સામે આવી છે. અને આ પ્રકારની 34 કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં પાટણ અને ચાણસ્માના લાભાર્થીઓને આ કીટ વિતરણ કરવામાં આવી હતી.
બે વર્ષ સુધી પડી રહેતા ખોખાઓ ઉપર ઉધઈ ખાઈ જવા પામી
પાટણ વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ કીટો પાટણ ખાતે આવેલ અનુસૂચિત જનજાતિના છાત્રાલયમાં મુકવામાં આવી છે. જ્યાં બે વર્ષ સુધી પડી રહેતા ખોખાઓ ઉપર ઉધઈ ખાઈ જવા પામી છે. જે બાબતે સંદેશ ન્યૂઝ દ્વારા અઘિકારી સાથે વાત કરવામાં આવી છે. ત્યારે તેવોએ સ્વીકાર કર્યો હતો કે હા કીટ પર ઉઘઇ હતી. પરંતુ તેવોએ પોતાનો બચાવ પણ કર્યો હતો કે જયારે કીટ વિતરણ કરાયું ત્યારે હું હાજર ન હતો અને મારા કર્મચારી દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કીટ ઉઘઇ ખાઇ ગઇ હતી તો કેમ તેમના કર્મચારી દ્વારા લાભાર્થીઓને વિતરણ કરાયું
વધુમાં જણાવ્યું છે કે ગ્રીમ કો એજન્સી સાથે ટાઈઅપ છે. પરંતુ અઘુરી કીટ આવી હતી જેથી અમે વિતરણ ન હોતુ કર્યું. પરંતુ અહીં સવાલએ થાય કે ખુદ અઘિકારી સ્વીકારે છે કે કીટ ઉઘઇ ખાઇ ગઇ હતી તો કેમ તેમના કર્મચારી દ્વારા લાભાર્થીઓને વિતરણ કરાયું છે. ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી બદલ અધિકારીઓ પર કોઈ પગલાં લેવામાં આવશે કે પછી ભીનું શકેલી દેવામાં આવશે.