- ભાવનગર SOGએ 33 લાખનું 339 ગ્રામ MD ડ્રગ્સ ઝડપ્યું હતું
- 2 મહિલા સહિત 4 આરોપી મુંબઈથી લાવ્યા હતા ડ્રગ્સ
- મુંબઈના ડ્રગ્સ સપ્લાયરની પોલીસ કરશે તપાસ
ભાવનગરમાં પણ અન્ય શહેરોની જેમ યુવાનોમાં ડ્રગ્સની બદી ફેલાઈ રહી છે. ત્યારે ડ્રગ્સના નશેડી અને પેડલરો તેમજ તેમના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે, 10 માર્ચ 2024ના રોજ જૂના માઢિયા પાસેથી ભાવનગરના ચાર નબીરાને નવ લાખથી વધુના મેફેડ્રોન ડ્રગસ ભાવનગર SOGએ ઝડપી લીધા હતા.તો કોર્ટે ચારેય આરોપીના 14 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તપાસને લઈ પોલીસ જશે મુંબઈ
પાનવાડી ચોક પાસેથી ચારેક લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણ પેડલર પૈકીનો નવાપરામાં રહેતો રાહિલ ઉર્ફે સેહજાદ ડેરૈયાએ એમ.ડી. ડ્રગ્સ મુંબઈના નાકુદા મોહલ્લા, મહમદઅલી રોડ, દરગાહ પાસે, મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાંથી ખરીદ્યું હતું અને ત્યારબાદ પોલીસને ગંધ પણ ન આવે તે માટે મહિલા પેડલરોએ તેમની પાસે ડ્રગ્સ છુપાવી દીધું હતું અને ખાનગી બસમાં બેસી ત્રણેય પેડલર ભાવનગર આવ્યા હતા. મુંબઈથી લાવેલું એમ.ડી. ડ્રગ્સ ભાવનગરમાં અમુક-અમુક ગ્રાહકોને વેચવાનું હોવાનું પ્રાથમિક પૂછતાછમાં ત્રણેય પેડલરે કબૂલાત આપી હતી.તો આ ડ્રગ્સ મુંબઈથી કોની પાસેથી ખરીદયું હતું તેને લઈ પોલીસ મુંબઈ જશે અને વધુ તપાસ હાથ ધરશે.
તપાસ LCB કરશે
સમગ્ર ઘટનાને લઈ ડ્રગ્સ SOG ( SPECIAL OPERATION GROUP ) દ્રારા ઝડપવામાં આવ્યું હતુ,તો આ સમગ્ર કેસની તપાસ ભાવનગર LCB ( LOCAL CRIME BRANCH )ને સોપવામાં આવી છે,ભાવનગર SOGની ટીમે 20 કલાકની અંદર જ વેળાવદર ભાલ તાબેના જૂના માઢિયા ગામ પાસે અને ભાવનગરના પાનવાડી ચોક નજીકથી રૂ.43,11,700 લાખના ડ્રગ્સ સાથે પાંચ શખ્સ, પિતા-પુત્રી અને મહિલાને ઝડપી લીધા હતા. આ બન્ને કેસમાં SOGની ટીમે ડ્રગ્સ શોધી કાઢ્યા બાદ વેળાવદર ભાલ તેમજ નિલમબાગ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.


