પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
ધર્મયાત્રામાં પ્રભુનો રથ પ્રહલાદ પ્લોટ યુવક મંડળનાં યુવાનો વહન કરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
જૈનમ દ્વારા રાજકોટનાં સમસ્ત જૈન સમાજનાં સથવારે ભગવાન મહાવીરનાં જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રથમવાર સમાજનાં બાળકો ભગવાનનાં અવતરણ દિવસનાં માધ્યમથી ભગવાનનાં જીવનનું મહત્વ સમજે અને ધર્મ સંસ્કૃતિથી નજીક આવે તેવા શુભ હેતુથી જૈન શાળાનાં અને પાઠશાળાનાં અને લુક એન્ડ લર્નનાં બાળકો સહિત જૈન સમાજનાં ભુલકાઓ માટે એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉ5રાંત નારી શકિતને ઉજાગર કરતી મહિલા સ્કુટર રેલી કે જેમાં જૈન સમાજની બહેનો અને દિકરીઓ સમાજને ભગવાન મહાવીરનાં જન્મ કલ્યાણકમાં જોડાવવા માટે પ્રેરક આહવાન કરશે.
બાળકોની પદયાત્રા આગામી તા.29-3-2026 ને રવિવારનાં રોજ સવારે 9.00 કલાકે શ્રી મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક)થી પ્રસ્થાન થશે જે ત્યાંથી એલ.આઈ.સી. બિલ્ડીંગ, મહીલા કોલેજ અન્ડર બ્રિજ, કાલાવડ રોડ, ઈન્દુબાઇ મહાસતીજી ચોક થઈ શ્રી નાલંદા તીર્થધામ ખાતે પૂર્ણ થશે. સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા ફલેગ ઓફ કરાવી આ બાળકોની પદયાત્રાનો પ્રારંભ કરાવશે. પદયાત્રાનાં રૂટમાં અનેક જગ્યાએ જૈન સમાજનાં અગ્રણીઓ દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવા માટે તેમના વધામણાં કરવામાં આવશે.
યાત્રાનાં પ્રારંભ સ્થળ શ્રી મહાવીર ચોક (એસ્ટ્રોન ચોક) ખાતે સમાજનાં અગ્રણી શ્રી હરેશભાઈ વોરા, પંકજભાઈ કોઠારી, ઉપેનભાઈ મોદી, જીતુભાઈ બેનાણી સહીતનાં લોકો દ્વારા ફલેગ ઓફ કરી રેલીનો પ્રારંભ કરાવવામાં આવશે. રેલીનાં રૂટમાં એલ.આઈ.સી. બિલ્ડીંગ – મહીલા કોલેજ ચોક – સ્વામી.મંદિર – કાલાવડ રોડ – ઈન્દુબાઇ મહાસતીજી ચોક (કોટેચા ચોક) ખાતે પદ યાત્રાનાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે જૈન આગેવાનો સર્વે જયશ્રીબેન શાહ, ચંદ્રકાંતભાઈ શેઠ, જયેશભાઈ વસા, સુજીતભાઈ ઉદાણી, મહેશભાઈ ભીમાણી, રાજુભાઈ પારેખ, પ્રતાપભાઈ વોરા, નિલેશભાઈ શાહ, કેતનભાઈ ગોસલીયા, વિરેનભાઈ શાહ(ટીકુભાઈ), દિલેશભાઈ શાહ, મહાવીરનગર જૈન સંઘ તથા પંચવટી દેરાસરનાં પ્રતિનીધીઓ સહીતનાં લોકો ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરુ પાડશે.
તા.30-3-2026 ને સોમવાર રોજ જૈન સમાજનાં બહેનો દ્વારા સમાજમાં ભગવાન મહાવીરનાં જન્મ કલ્યાણકની ઉજવણી માટે જાગૃતી અને ઉત્સાહનો સંચાર થાય તે માટે સમાજની બહેનો અને દિકરીઓ દ્વારા સાંજે 5.00 કલાકે શ્રી મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક)થી સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવીયા ચોક, ત્રિકોણબાગ થઈ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર-શાસ્ત્રી મેદાન સુધી એક સ્કુટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમવાર થનારા આ આયોજનને લઈને સમાજનાં બહેનો અને દિકરીઓમાં ખૂબ ઉત્સાહ પ્રર્વતિ રહયો છે. આ સ્કુટર રેલી થકી સમાજની સ્ત્રી શકિત દ્વારા ખાસ કરીને મહીલાઓને અને આખા પરિવારને ભગવાનનાં જન્મ કલ્યાણક મહોત્સવમાં ઉત્સાહભેર જોડાવવા માટેની અપીલ કરશે. આ મહિલા સ્કુટર રેલીને ફલેટ ઓફ આપીને પ્રારંભ કરાવવા માટે પ્રીતીબેન સેજલભાઈ કોઠારી, મોનાબેન અમીતભાઈ દોશી, માલીનીબેન ચીરાગભાઈ દોશી, રીટાબેન નીલેશભાઈ ભાલાણી, રશ્મીબેન નિલેશભાઈ શાહ, રીઘ્ધીબેન વિરભાઈ ખારા, દિપ્તીબેન જીતેન્દ્રભાઈ કોઠારી, સાધનાબેન જીતુભાઈ મારવાડી, કામીનીબેન તરૂણભાઈ કોઠારી, દિવ્યાબેન અમીશભાઈ દોશી, તેજલબેન વૈભવભાઈ સંઘવી, સોનલબેન જયેશભાઈ મહેતા, શીતલબેન અમીષભાઈ દેસાઈ વિગેરે ઉપસ્થિત રહી રેલીનો પ્રારંભ કરાવશે અને સાથે રેલીમાં પણ પોતાનું યોગદાન આપશે.
આ ધર્મયાત્રામાં ભગવાન મહાવીર શુઘ્ધ ચાંદીનાં રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નિકળશે. જેમના દર્શનનો લાભ સમગ્ર રૂટમાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત પ્રજાજનો લેશે.


