અંબાજીના પાડલીયા ગામે પોલીસ અને વનકર્મીઓ પર થયેલા હુમલાનો મામલો ગરમાયો છે. દાંતાના ધારાસભ્ય અને આદિવાસી આગેવાન કાંતિ ખરાડી આ કેસના સંદર્ભમાં પાલનપુર પહોંચ્યા હતા. ખરાડીએ પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત પીઆઇ (પોલીસ ઇન્સ્પેક્ટર) અને વનકર્મીઓની મુલાકાત લીધી હતી.
પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લીધી મુલાકાત
આ મુલાકાત દરમિયાન તેમની સાથે અન્ય આદિવાસી આગેવાનો પણ જોડાયા હતા. દિલ્હીથી પરત આવ્યા બાદ પ્રથમ આદિવાસી સમાજની બેઠક યોજ્યા બાદ કાંતિ ખરાડી ઇજાગ્રસ્ત પોલીસ અને ફોરેસ્ટ કર્મીઓને મળવા પહોંચ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા.


