- ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ સામે NIA કોર્ટમાં પૂરક ચાર્જશીટ
- લોરેન્સ બિશ્નોઈનું પાકિસ્તાન સુધી કનેક્શન સામે આવ્યું
- પાકિસ્તાન, અફઘાનિસ્તાનના સાગરીતોની મદદથી નેટવર્ક
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ સામે NIA કોર્ટમાં પૂરક ચાર્જશીટ થઇ છે. જેમાં 194 કરોડના ડ્રગ્સ કેસમાં NIAએ પૂરક ચાર્જશીટ કરી છે. ત્યારે લોરેન્સ સામે થયેલી ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. તેમાં લોરેન્સ બિશ્નોઈનું પાકિસ્તાન સુધી કનેક્શન સામે આવ્યું છે.
પાકિસ્તાન, અફઘાનિસ્તાનના સાગરીતોની મદદથી નેટવર્ક દ્વારા ડ્રગ્સનો કારોબાર
પાકિસ્તાન, અફઘાનિસ્તાનના સાગરીતોની મદદથી નેટવર્ક દ્વારા ડ્રગ્સનો કારોબાર કરી રહ્યો છે. તેમજ બહારના દેશોના સાગરીતો સાથે મળી ડ્રગ્સ રેકેટનો ઉલ્લેખ છે. તેમજ NIAએ જણાવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાં રહીને પણ ડ્રગ્સનું વૈશ્વિક નેટવર્ક ચલાવે છે.
એક્ટની કલમ 66સી, કાવતરું, પુરાવાનો નાશ કરવો, લૂંટ અને બનાવટની કલમો લગાવવામાં આવી
રૂ.194 કરોડના ચકચારભર્યા ડ્રગ્સ કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યુ છે. જેમાં વોન્ટેડ તરીકે ચીફ્ ઓબાન્ના ઉર્ફે ઑફ્ અની ક્રિશ્ચિયન અને નીરજ રહેમાણી અબ્દુલ સતારને દર્શાવવામાં આવ્યા છે. આ પૂરક ચાર્જશીટમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો, ઈન્ફેર્મેશન ટેક્નોલોજી (આઈટી) એક્ટની કલમ 66સી, કાવતરું, પુરાવાનો નાશ કરવો, લૂંટ અને બનાવટની કલમો લગાવવામાં આવી છે.
લોરેન્સ બિશ્નોઇ એ ખતરનાક ગેંગસ્ટર છે અને તે 2015થી જેલમાં છે
એનઆઇએ દ્વારા કરેલ પૂરક ચાર્જશીટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, લોરેન્સ બિશ્નોઇ એ ખતરનાક ગેંગસ્ટર છે અને તે 2015થી જેલમાં છે. પરંતુ તેમ છતાં જેલમાં બેઠા બેઠા તે પાકિસ્તાની અને અફ્ઘાનિસ્તાનના તેના સાથી આરોપીઓ અને નેટવર્કની મદદથી દરિયાઇ રસ્તા મારફ્તે પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ સહિતના માદક દ્રવ્યોના કન્સાઇન્મેન્ટ ઘૂસાડવાની ગુનાહિત પ્રવૃત્તિ આચરી રહ્યો છે.