- દરેકની સામે સાઈબર એટેક્સનું જોખમ ઘણું જ વધારે
- આગામી ત્રણ વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં સાઈબર સિક્યુરિટી માટે નેટવર્ક ઊભું કરવામાં આવશે
- વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે આ માર્કેટ રૂ. 42 લાખ કરોડના મૂલ્યની થવાની ક્ષમતા ધરાવે છે
ભારતમાં સાયબર એટેકનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે અને દેશમાં તેને લગતા સોલ્યુશન આપતી કંપનીઓ પણ ઘણી આગળ વધી છે. ઇન્ફેર્મેશન ટેકનોલોજી અને સાયબર સિક્યોરિટી નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતીય સાયબર સિક્યોરિટી માર્કેટનું કદ વર્ષ 2029 સુધીમાં રૂ. 1 લાખ કરોડનું થવાનો અંદાજ છે. આ જ રીતે વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે આ માર્કેટ રૂ. 42 લાખ કરોડના મૂલ્યની થવાની ક્ષમતા ધરાવે છે.
વર્તમાન સમયમાં વ્યક્તિઓ હોય, કંપનીઓ હોય કે પછી રાષ્ટ્રો હોય, દરેકની સામે સાયબર એટેક્સનું જોખમ ઘણું જ વધારે અને ગંભીર સ્વરૂપનું છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને 63 મૂન્સે CYBX (દરેક મોબાઇલ હેન્ડસેટ માટે), 63 SATS (દરેક એન્ટરપ્રાઇઝ સર્વર માટે) અને CYBERDOME (દરેક શહેર, રાજ્ય અને દેશ માટે) સર્વિસ રજુ કરી છે.
આગામી ત્રણ વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું નેટવર્ક ઊભું કરવામાં આવશે. આ માટે વૈશ્વિક કંપનીઓનો સહયોગ સાધવામાં આવ્યો છે.
આ માટે ઈઝરાયેલ, યુએસએ જેવા દેશોની ટોચની કંપનીઓ સાથે સમજૂતી માટે વાટાઘાટો કરવામાં આવી રહી છે.


