- 1 થી 2 માર્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી
- ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની અસર રહેશે
- આજે દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદની આગાહી
રાજ્યમાં ખેડૂતો માટે ફરી સંકટ સામે આવ્યું છે. જેમાં રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. તેમાં 1 થી 2 માર્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની અસર રહેશે. તેમજ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, ગીરસોમનાથ, કચ્છ, મોરબીમાં વરસાદની આગાહી છે.
2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદમાં વરસાદની આગાહી
2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદમાં વરસાદની આગાહી છે. ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા છે. તેમજ મહેસાણા, ભાવનગરમાં વરસાદ આવી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી છે.
આહવા તાલુકાના ધવલીદોડ અને શિવારીમાળ નજીક વરસાદ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે પછી રાજ્યમાં છૂટાછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે દક્ષિણ ગુજરાતના આહવા ડાંગમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. આ સાથે જ ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. આહવા તાલુકાના ધવલીદોડ અને શિવારીમાળ નજીક વરસાદ વરસ્યો છે. તેમજ વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.


