- બેવડી ઋતુને લઈ મચ્છરજન્ય, ડેંગ્યુના કેસમાં વધારો
- શહેરમાં ડેંગ્યુના 270 કેસ, ટાઈફોડના 274 કેસ
- સરકારી હોસ્પિટલમાં રોજની OPD 1000ને પાર થઈ
અમદાવાદમાં બેવડી ઋતુને લઈ રોગચાળો વકર્યો છે. જેમાં બેવડી ઋતુને લઈ મચ્છરજન્ય, ડેંગ્યુના કેસમાં વધારો થયો છે. શહેરમાં ડેંગ્યુના 270 કેસ તથા ટાઈફોડના 274 કેસ આવ્યા છે. તેમજ કમળાના 101 કેસ નોંધાયા છે. જ્યારે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો હોસ્પિટલમાં ભારે ધસારો જોવા મળ્યો છે.
સરકારી હોસ્પિટલમાં રોજની OPD 1000ને પાર થઈ
સરકારી હોસ્પિટલમાં રોજની OPD 1000ને પાર થઈ છે. ત્યારે રામોલ, હાથીજણ, લાંભામાં કોલેરાના 7 કેસ આવ્યા છે. અમદાવાદમાં ડેન્ગ્યુ વકર્યો છે. બેવડી ઋતુની સાથે મચ્છરજન્ય અને ડેંગ્યુના કેસમાં વધારો થયો છે. શહેરમાં રોગચાળો આઉટ ઓફ કંટ્રોલ છે. શહેરમાં ડેંગ્યુના કેસ 270 નોંધાયા તો ટાઈફોડના 274 કેસ નોંધાયા છે. સાથે જ કમળાના 101 કેસ નોંધાયા છે. વાયરલ ઇન્ફેક્શનના સરકાર હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો છે. તથા વાયરલ ઇન્ફેક્શનના સરકારી હોસ્પિટલમાં રોજની ઓપીડી 1000ને પાર થતા ડોક્ટરોમાં ચિંતા વધી છે.
પાણીના લેવામાં આવેલા 37 સેમ્પલ અનફીટ જાહેર કરાયા
ઓકટોબર મહિનામાં રામોલ-હાથીજણ, વટવા તથા લાંભા વોર્ડમાં કોલેરાના સાત કેસ નોંધાયા છે. બે ઋતુના અહેસાસની વચ્ચે શરદી-ખાંસી તેમજ વાયરલ ફિવરના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં મેલેરિયાના 47, ઝેરી મેલેરિયાના 9 ઉપરાંત ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. પાણીજન્ય એવા ઝાડા ઉલટીના 233, કમળાના 101 તેમજ ટાઈફોઈડના 274 તથા કોલેરાના 7 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂ માટે 4924 સીરમ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે. કલોરીન અંગેની તપાસ માટે લેવામાં આવેલા પાણીના સેમ્પલ પૈકી 217 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે. પાણીના લેવામાં આવેલા 37 સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.