- સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં બનાવ બન્યો
- ચોથા માળે વોર્ડમાં પંખો તૂટી પડયો હતો
- તબીબી તંત્ર દ્વારા PIU વિભાગને જાણ કરાઈ
સુરતની સરકારી હોસ્પિટલનો પંખો પડ્યો છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં નવો વિવાદ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના ચોથા માળે વોર્ડમાં પંખો તૂટી પડયો હતો. જે-4 વોર્ડમાં બનેલી ઘટનામાં દર્દીના સંબંધીના માથે ઈજા પહોંચી છે. તેમાં તબીબી તંત્ર દ્વારા PIU વિભાગને જાણ કરાઈ છે.
પુત્ર જીગ્નેશના સાર-સંભાળ માટે માતા વર્ષાબેન વોર્ડમાં હાજર હતા
PIU ઈલેક્ટ્રીક વિભાગને પંખાની તપાસ માટેના આદેશ અપાયા છે. જેમાં પુત્ર જીગ્નેશના સાર-સંભાળ માટે માતા વર્ષાબેન વોર્ડમાં હાજર હતા. તેમાં જીગ્નેશનું ધ્યાન રખનારી માતા જ દર્દી બની ગયા છે. જેમાં પંખો પલંગ પર સુતેલા દર્દીના માતા પર પડતા એમને ઇજા આવી હોવાથી એમને સારવાર લેવાનો વારો આવ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જૂની બિલ્ડીંગના ચોથા માળના જે-4 વોર્ડમાં પંખો તૂટી પડતા દર્દીના સગા પર પડતા માથામાં સામાન્ય ઈજા પહોંચતા પોતે પણ દર્દી બની ગયા છે.
ઈલેક્ટ્રીક વિભાગને પંખાની તપાસ માટેના આદેશ આપતા કામગીરી શરુ કરી દેવાઈ
તબીબી તંત્ર દ્વારા પીઆઇયુ ઈલેક્ટ્રીક વિભાગને પંખાની તપાસ માટેના આદેશ આપતા કામગીરી શરુ કરી દેવાઈ છે. જોકે નવી સિવિલ હોસ્પિટલ અવાર-નવાર વિવાદોથી ઘેરાયેલી રહેતી હોય છે. ત્યારે વધુ એક બનાવ નવી સિવિલ હોસ્પિટલનો સામે આવ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડીંગના ચોથા માળના જે-4 વોર્ડમાં કડોદરાના 55 વર્ષના વર્ષાબેન રમેશભાઈ રાઠોડના પુત્ર જીગ્નેશ ટીબીની બીમારી કારણે સારવાર લઈ રહ્યો હતો. જીગ્નેશના સાર-સંભાળ માટે માતા વર્ષાબેન વોર્ડમાં હાજર હતા. તે વખતે વર્ષાબેન પર ચાલુ હવા ફેંકતો પંખો તૂટીને પડ્યો હતો. જેના પગલે વર્ષે બેનના માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સિવિલ તંત્રને થઈ હતી. તબીબી તંત્ર દ્વારા પીઆઇયુ ઇલેક્ટ્રીક વિભાગને તમામ પંખાની તપાસ માટેનો આદેશ આપવામાં આવ્યા હતા. જેને લઈને હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


