- કલમ 304, 308ની કલમ કેસમાંથી હટાવવા કરી અરજી
- અકસ્માત બાદ પ્રગ્નેશ પહોંચ્યો હોવાથી કલમ હટાવવા માગ: વકીલ
- મેડિકલ ગ્રાઉન્ડ જોતા કલમ દૂર કરવા પ્રેગ્નેશની રજૂઆત
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતના કેસમાં તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલે કોર્ટમાં અરજી કરી છે. જેમાં કલમ 304, 308ની કલમ કેસમાંથી હટાવવા અરજી કરી છે. અકસ્માત બાદ પ્રગ્નેશ પટેલ પહોંચ્યો હોવાથી કલમ હટાવવા માગ કરાઇ છે તેમ વકીલે જણાવ્યું છે.
મેડિકલ ગ્રાઉન્ડ જોતા કલમ દૂર કરવા પ્રેગ્નેશની રજૂઆત
મેડિકલ ગ્રાઉન્ડ જોતા કલમ દૂર કરવા પ્રેગ્નેશની રજૂઆત છે. તથા પ્રગ્નેશ પટેલે જણાવ્યું છે કે પોલીસે તપાસ ખોટી દિશામાં કરી ખોટી રીતે કલમ ઉમેરી છે. તેમજ 4 નવેમ્બરે ગ્રામ્ય કોર્ટમાં વધુ સુનાવણી થશે. તથા આરોપીના વકીલે જણાવ્યું છે કે કલમ 304 અને 308ની કલમ કેસમાંથી હટાવવી જોઇએ તથા અકસ્માતની ઘટના બાદ પ્રગ્નેશ પહોંચ્યો હોવાથી કલમ ઉમેરવી યોગ્ય નહીં. મેડિકલ ગ્રાઉન્ડ જોતા કલમ દૂર કરવા પ્રેગ્નેશની રજુઆત છે.
9 લોકોના મોત તથા 20 લોકો ઘાયલ થયા હતા
તાજેતરમાં અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા હતા. શહેરમાં આ ઘટના ઈસ્કોન બ્રિજ પર બની હતી જ્યા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા, તે દરમિયાન કર્ણાવતી ક્લબ તરફતી પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ત્યા ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડનું પણ મૃત્યુ થયુ હતું.
તથ્ય અને તેના પિતાની ધરપકડ કરાઇ હતી
પોલીસે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ, તેના પિતા પજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી હતી. જેમાં બાકીનાને જવાબ લઇ છોડી મુકવામાં આવ્યા હતા. અને તથ્ય અને તેના પિતાને સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હવે તથ્ય સાથે તેના પિતા પણ જેલમાંથી બહાર નિકળવા માટે નવી નવી રજૂઆતો કરી રહ્યાં છે.