- 22 કરોડના ખર્ચે નિર્માણ પામશે સિવિલ હોસ્પિટલનું નવું સંકૂલ
- પબ્લિક હેલ્થ લેબોરેટરી અને ક્રિટિકલ કેર બ્લોકનુ નિર્માણ થશે
- આ સંકૂલ બની જતાં ઇમરજન્સીના સમયે રાજકોટ નહિ જવું પડે
લીંબડી સિવિલ હોસ્પિટલમાં લોકોની આરોગ્ય સુખાકારી માટે વધુ એક 50 બેડની અત્યાધુનિક હોસ્પિટલનુ ભૂમિપૂજન કરવામાં આવ્યું. અંદાજે 22 કરોડના ખર્ચે તૈયાર થનાર આ સંકુલમાં જ ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી અને ક્રિટિકલ કેર બ્લોકનુ નિર્માણ કરવામાં આવશે.
લીંબડીની રામ રાજેન્દ્રસિંહ સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત અંદાજે 22 કરોડના ખર્ચે અત્યાધુનિક અને ઈમરજન્સી સમયે ખુબ ઉપયોગી એવી 50 બેડની અત્યાધુનિક હોસ્પિટલ નિર્માણ પામશે. લીંબડીના ધારાસભ્ય અને ગુજરાત ના પુર્વ કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા એ ભુમી પુજન કરી આ સંકુલની કામગીરી નો પ્રારંભ કરાવ્યો હતો.
આ સંકુલમાં જ ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી અને ક્રિટિકલ કેર બ્લોકનું નિર્માણ પામશે. સૌરાષ્ટ્રમાં પ્રવેશતા જ અકસ્માત ઝોન તરીકે જાણીતા લીંબડી રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર જ્યારે પણ ગમખ્વાર અકસ્માતો સર્જાય છે ત્યારે ઇમરજન્સી સમયે લીંબડી સિવિલ હોસ્પિટલ જ ઉપયોગી થાય છે. પરંતુ, હાલમાં લીંબડી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોના અભાવે ઈમરજન્સી સમયે નાછુટકે દર્દીઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ ખસેડી દેવામાં આવે છે.
હવે લીંબડી સિવિલ હોસ્પિટલમાં પીએમ અભીમ અને ક્રિટિકલ કેર બ્લોક તથા ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી નિર્માણ થશે તો લીંબડી ચુડા શહેર અને તાલુકાના 140 થી વધુ ગામડાઓના દર્દીઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જવુ નહિ પડે તથા ઘર આંગણે જ અદ્યતન ટેકનોલોજી સભર આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે.