એજ કારણે દિલીપ ગોહિલ મોસ્ટ ડિપેન્ડેબલ એડિટર બની રહયાં
છેલ્લા ર૪ કલાકમાં દિલીપ ગોહિલ વિષે ઘણુ લખાણુ છે. ઘણા બધા પત્રકારોએ ઘણુ બધું લખ્યુ છે. એક પત્રકાર મિત્રએ લખ્યુ હતું દિલીપ ગોહિલ બી.એ. સાથે સ્નાતક થયા હોવા છતાં ટેકનોલોજીમાં તેઓ એડવાન્સ હતાં. સામાન્ય રીતે પત્રકારો ટેકજોલોજીથી દૂર ભાગતાં હોય છે. આજે મોબાઇલ અને વોઇસ ટેકસ્ટીંગના જમાનામાં કેટલાક પત્રકારો હજુ કાગળ ઉપર પેનથી લખે છે. પરંતુ દિલીપ ગોહિલ હંમેશા વન સ્ટેપ એહેડ હતાં. અગ્ર ગુજરાતનું પોત બંધાતું હતું ત્યારે દિલીપ ગોહિલ એકદમ કલીયર હતાં. ટેબ્લોઇડ પેજ ઇનડિઝાઇન સોફટવેરમાં જ કરવાના છે. ફોન્ટ પણ ચોકકસ સિરિઝના યુઝ કરવાના. આ માટે પેજ મેકર (પેજ બનાવનાર આર્ટીસ્ટ)માટે ગાઇડલાઇન હતી. હેડીંગ માટે પણ ચોકકસ સિરિઝના ફોન્ટ જ વાપરવાના. રાજકોટમાં મોટા ભાગના સારા પેજમેકર કવાર્ક સોફટવેરમાં કામ કરે.તેમને કમ્ફર્ટ ઝોન તોડવો નહોતો. આથી પેજ મેકર સાથે વાત જામતી નહોતી. ભૂપેન્દ્ર ચૌહાણ સાથે વાત જામી.તેનું કારણ ઇનડિઝાઇન સોફટવેરમાં કામ કરવાની ચેલેન્જ તેણે સ્વીકારી.બાદમાં અગ્ર ગુજરાતનું સ્વરૂપ બંધાયુ. જે પ્રથમ દિવસથી જ ચોમેર ધ્યાનાકર્ષક રહયુ. સ્ટોરી લાઇન પ્રમાણે જયારે પેજમેકર પ્લે કરતો હોય ત્યારે દિલીપ ગોહિલ ન અટકાવે. પણ જો સ્ટોરી ડિમાન્ડ પ્રમાણે કામ ન થયુ હોય તો સલુકાઇથી તેને હાઇટ ઉપર લઇ જાય. આથી પેજમેકર પણ દિલીપ ગોહિલની સમજદારી અને આવડતથી વાકેફ. કેટલાક સમયે સોફટવેરની મર્યાદા કે અન્ય કારણોસર પેજમેકર અટકે તો તેનો શોર્ટકટ દિલીપ ગોહિલ પાસે હોય. એ પેજમેકરને પહેલાં કહે. જો પેજમેકર એ રીતે ન કરે અથવા કરવા ન માંગતો હોય તો દિલીપ ગોહિલ પોતે એ બાબત કરી બતાવે. મતલબ કે પેજમેકરથી પણ વધુ જ્ઞાન તેને હતું. પેજીનેશનનો ટેકનીકલ અનુભવ પણ તેની પાસે હતો.
ગુજરાતમાં બહુ ઓછા પત્રકાર છે જે ટાઇપીંગ અને મેઇલીંગથી આગળ પ્રોડકશનમાં રસ લેતાં હોય. દિલીપ ગોહિલ રાઇટીંગથી પ્રિન્ટીંગ સુધીના તમામ તબકકાને ખુબ બારિકાઇથી સમજે. અગ્ર ગુજરાતની વેબસાઇટનુ પ્રાથમિક કન્સટ્રકશન દિલીપ ગોહિલનું જ બ્રેઇન ચાઇલ્ડ છે. દિલીપ ગોહિલ બેસ્ટ જર્નાલીસ્ટ,રાઇટર,એડિટર,એનાલીસ્ટ હતાં. પણ અન્ય પાસે ન હોય તેવી રેર સ્કીલ તેની પાસે જર્નાલિઝમના તમામ પ્રિન્ટ,ટીવી અને ડિજિટલ માધ્યમની ટેકનોલોજીની સ્કીલ પણ હતી. જે દિલીપ ગોહિલને મોસ્ટ ડિપેન્ડેબલ એડિટર બનાવતાં હતા. નવી પેઢીના પત્રકારો માટે દિલીપ ગોહિલ હાથવગા રોલ મોડેલ સમાન રહેશે. ઉમરલાયક પત્રકારોએ મોટી ઉમરે હવે કાંઇ નથી શીખવુની માનસિકતા છોડવી હોય તો દિલીપ ગોહિલને રોલ મોડેલ બનાવી શકાય.