By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    23 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશે, જાણો ગુજરાતમાંથી કોના નામ આવશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશે, જાણો ગુજરાતમાંથી કોના નામ આવશે

agragujaratnews
Last updated: 2024/03/01 at 2:02 PM
2 years ago
Share
ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશે, જાણો ગુજરાતમાંથી કોના નામ આવશે
SHARE

  • અમદાવાદ પૂર્વની બેઠક પર ભાજપમાં 3 નામોની ચર્ચા
  • ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહનું નામ નક્કી
  • અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપમાં 3 નામ વધુ ચર્ચામાં

ભારતીય જનતા પાર્ટી આજે 2024ની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત લગભગ 155 લોકોનાં નામ સામેલ હોવાની ચર્ચા છે.

પીએમ મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગર

પીએમ મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગર, રાજનાથ સિંહ લખનૌ, સ્મૃતિ ઈરાની અમેઠી, ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના સંબલપુર, જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર અથવા ગુના-શિવપુરી, શિવરાજ સિંહ ચૌહાણને ભોપાલ અથવા વિદિશા અને સંબિત પાત્રાને ઓડિશાના પુરીથી ટિકિટ આપવામાં આવી શકે છે. જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપમાં 3 નામ વધુ ચર્ચામાં છે. તેમાં ધારાસભ્ય દર્શના વાઘેલા પણ ઉમેદવાર હોઈ શકે છે. તથા દિનેશ મકવાણા અને કિરીટ પરમારના નામની ચર્ચા છે.

અમદાવાદ પૂર્વની બેઠક પર ભાજપમાં 3 નામોની ચર્ચા

અમદાવાદ પૂર્વની બેઠક પર ભાજપમાં 3 નામોની ચર્ચા છે. જેમાં વર્તમાન સાંસદ હસમુખ પટેલ રિપીટ થઈ શકે છે. તેમજ જગદીશ પટેલ અને વલ્લભ કાકડીયાનું નામ ચર્ચામાં છે. ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહનું નામ નક્કી છે. ગાંધીનગરમાં ભાજપ 10 લાખની લીડ માટે મેદાનમાં ઉતરશે. અમિત શાહના નામ પર કાર્યકર્તાઓનો એક સૂર છે. હું છું અમિત શાહ નામથી ગાંધીનગરમાં કેમ્પેઈન થશે. તેમજ વડોદરા બેઠક પર ભાજપના 6 નામોની ચર્ચા પૂરજોશમાં છે. વર્તમાન સાંસદ રજન ભટ્ટને પણ રિપીટ કરાઈ શકે છે. તથા ડો. વિજય શાહ અને બાલકૃષ્ણ શુક્લાનું નામ ચર્ચામાં છે. ગાયકવાડ પરિવારમાંથી રાધીકારાજે ગાયકવાડનું નામ સામેલ છે. 

ભાવનગર બેઠકથી ભારતી શિયાળનું પત્તુ કપાઈ શકે છે

સુરત બેઠક પર ભાજપમાંથી 5 દાવેદારોના નામ ચર્ચામાં છે. પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું નામ સામે આવી રહ્યું છે. પૂર્વ મેયર જગદીશ પટેલનું નામ ચર્ચામાં છે. તથા મુકેશ દલાલ અને નીતિન ભજીયાવાલાનું નામ ચર્ચામાં છે. તેમજ ભાવનગર બેઠકથી ભારતી શિયાળનું પત્તુ કપાઈ શકે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પ્રબળ દાવેદાર છે. આર.સી.મકવાણા અને ભાવના મકવાણાનું નામ ચર્ચામાં છે. 

રાજકોટ બેઠકમાં ભાજપના નામને લઈ સૌથી વધુ ઉત્સુકતા

રાજકોટ બેઠકમાં ભાજપના નામને લઈ સૌથી વધુ ઉત્સુકતા છે. જેમાં પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનું નામ ચર્ચામાં છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ કાર્યકરોમાં ચર્ચાનો વિષય છે. ભરૂચ બેઠક પર વર્તમાન સાંસદ મનસુખ વસાવાનું નામ ચર્ચામાં છે. કોઈ નવા ચહેરાને પણ ભરૂચ બેઠકથી ભાજપ મેદાને ઉતારી શકે છે. ભરૂચ બેઠક પર ઘનશ્યામ પટેલને મેદાને ઉતારી શકે છે. બનાસકાંઠા બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીનું નામ ચર્ચામાં છે. નવા ચહેરાઓને ભાજપ અહીંથી મેદાને ઉતારી શકે છે. તેમજ બનાસબેન્કના ચેરમેન સવસી ચૌધરીનું નામ પણ સામે આવી રહ્યું છે. કેસાજી ચૌહાણ અને જીવરામ પટેલનું નામ પણ ચર્ચામાં છે. 

નવસારી બેઠક પરથી માત્ર પાટીલના નામનો જ પ્રસ્તાવ મૂકાયો

અમરેલી બેઠક પર ભાજપના 3 પ્રબળ દાવેદારો છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ચૂંટણી લડી શકે છે. યુવા નેતા હીરેન હિરપરાનું નામ પણ અમરેલીમાં ચર્ચામાં છે. સહકારી ક્ષેત્રના દિલીપ સંઘાણીનું નામ પણ ચર્ચામાં છે. આણંદ બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ રિપીટ થઇ શકે છે. તથા મિતેષ પટેલનું નામ ભાજપના વર્તુળોમાં સૌથી ઉપર છે. આણંદથી રાજેશ પટેલ અને રમણ સોલંકીનું નામ ચર્ચામાં છે. નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ રિપીટ થાય તેવી શક્યતા છે. નવસારી બેઠક પરથી માત્ર પાટીલના નામનો જ પ્રસ્તાવ મૂકાયો છે. ગત ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ લીડ સાથે પાટીલ જીત્યા હતા.

વલસાડ બેઠક પરથી વર્તમાન સાંસદનું પત્તુ કપાઈ શકે છે

વલસાડ બેઠક પરથી વર્તમાન સાંસદનું પત્તુ કપાઈ શકે છે. સાંસદ કે.સી.પટેલને ટિકિટ ન મળે તેવી પૂરી શક્યતાઓ છે. અરવિંદ પટેલ, ડો.લોચન શાસ્ત્રી તથા ડો. હેમંત પટેલ અને મહેન્દ્ર ચૌધરીનું નામ ચર્ચામાં છે. સુરેન્દ્રનગર બેઠક પરથી એક કેન્દ્રીય મંત્રીનું પત્તુ કપાઈ શકે છે. તેમજ કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયાનું નામ ચર્ચામાં છે. મહેન્દ્ર પટેલ અને સાગર સોલંકીનું નામ ચર્ચામાં છે. સાબરકાંઠા બેઠક પરથી વર્તમાન સાંસદનું પત્તુ કપાઈ શકે છે. અશ્વિન પટેલ અને કૌશલ્યા કુવરબાનું નામ ચર્ચામાં છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા સી.જે.ચાવડાને ઉતારી શકે છે. પોરબંદર બેઠક પર ભાજપ યુવા ચહેરાને તક આપી શકે છે. વર્તમાન સાંસદ રમેશ ધડુકનું પત્તુ કપાઈ શકે છે. પોરબંદર બેઠક પરથી મહિલા ચહેરાને મેદાને ઉતારી શકે છે. યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટનું નામ ચર્ચામાં છે.

પોલિટિકલ લેબ ગણાતી મહેસાણા બેઠક પર ભાજપનું ગણિત અલગ

પાટણના સાંસદ ભરત ડાભીનું પત્તુ કપાઈ શકે છે. તેમજ પાટણ બેઠક પર દિલીપ ઠાકોર, રાજુલ દેસાઈ તથા કે.સી.પટેલનું નામ પણ ચર્ચામાં છે. પંચમહાલ બેઠક પર વર્તમાન સાંસદનું પત્તુ કપાઈ શકે છે. ધવલ દેસાઈ અને શૈલેષ ઠાકરનું નામ ચર્ચામાં છે. પોલિટિકલ લેબ ગણાતી મહેસાણા બેઠક પર ભાજપનું ગણિત અલગ છે. વર્તમાન સાંસદ શારદાબેન પટેલનું પત્તુ કપાઈ શકે છે. તથા પૂર્વ ગૃહ મંત્રી રજની પટેલનું નામ ચર્ચામાં છે તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ ટિકિટ મળી શકે છે. કચ્છ બેઠકથી ભાજપ વર્તમાન સાંસદને રિપીટ કરી શકે છે. નરેશ મહેશ્વરી, રમેશ મહેશ્વરીનું નામ પણ ચાલી રહ્યું છે.

ખેડામાં વર્તમાન સાંસદ દેવુસિંહ ચૌહાણ રિપીટ થઈ શકે છે

ખેડામાં વર્તમાન સાંસદ દેવુસિંહ ચૌહાણ રિપીટ થઈ શકે છે. જેમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને અર્જુન બ્રહ્મભટ્ટનું નામ ચર્ચામાં છે. અમૂલના ચેરમેન વિપુલ પટેલનું નામ પણ ચાલી રહ્યું છે. જૂનાગઢ બેઠક પર ભાજપના 7 દાવેદારો મેદાનમાં છે. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાનું પત્તુ કપાઈ શકે છે. ગીરીશ કોટેચા અને ગીતા માલમનું નામ ચર્ચામાં છે. નિરુ કાંબલીયા અને ભગવાનજી કરગઠીયાનું નામ ચર્ચામાં છે. જામનગર બેઠક ઉપરથી ભાજપ ચોકાવી શકે છે. પૂનમ માડમનું નામ આ બેઠક પરથી કપાઈ શકે છે. ધારાસભ્ય રિવાબા જાડેજા અને આર.સી.ફળદુનું નામ ચર્ચામાં છે. 

દાહોદ બેઠક પરથી મંત્રી કુબેર ડિંડોરનું નામ ચર્ચામાં

દાહોદ બેઠક પર વર્તમાન સાંસદનું પત્તુ કપાઈ શકે છે. તેમજ દાહોદ બેઠક પરથી મંત્રી કુબેર ડિંડોરનું નામ ચર્ચામાં છે. શંકર અમલીયારનું નામ પણ દાહોદ બેઠક પરથી આગળ છે. છોટાઉદેપુર બેઠક પર ગીતા રાઠવાનું પત્તુ કપાઈ શકે છે. તથા જશુ રાઠવા અને જંયતિ રાઠવાનું નામ પણ ચર્ચામાં છે. સંગ્રામ રાઠવાને પણ ભાજપ ટિકિટ આપી શકે છે.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી
રાજકોટ

જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી

Editor By Editor 6 days ago
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો પર જઘન્ય શોષણનો કિસ્સો
મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત
પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?