- ભારતમાં બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો
- ભારતમાં સોનાનો ભાવ 70-72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે ચાલી રહ્યો છે
- પાકિસ્તાનમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ PKR 2,28,270.40 પર પહોંચ્યો
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. મોદી 3.0ના પ્રથમ બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કર્યા બાદ સોનાના ભાવમાં ઝડપથી ઘટાડો થયો હતો. દેશમાં સોનાનો ભાવ ઘટીને રૂ. 67,000 આસપાસ થયા બાદ ઓગસ્ટમાં ફરી વધીને રૂ. 70,000ને પાર કરી ગયો હતો. બુધવારની વાત કરીએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની ભાવમાં અચાનક 478 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે ગુરુવારે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. બીજી તરફ પાકિસ્તાનની વાત કરીએ તો અહીં સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
MCXથી સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો
ભારતમાં બુધવારના રોજ સોનાના ભાવની વાત કરીએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોનાના ભાવમાં 478 રૂપિયા ઘટાડો થયો છે અને 4 ઓક્ટોબરના રોજ સમાપ્ત થતા ફ્યૂચર સોનાનો ભાવ ઘટીને 71,644 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. ટ્રેડિંગ દરમિયાન તે રૂ. 72,075ના સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ પછી તેમાં ઘટાડો શરૂ થયો હતો. ગુરુવારે પણ MCX પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
IBJA વેબસાઇટ પર ઉપલબ્ધ કિંમતો
| કેરેટ | 27 ઓગસ્ટ | 28 ઓગસ્ટ |
| 24 કેરેટ સોનું | રૂ. 71,762/10 ગ્રામ | રૂ. 71,690/10 ગ્રામ |
| 22 કેરેટ સોનું | રૂ. 71,475/10 ગ્રામ | રૂ. 69,970/10 ગ્રામ |
| 20 કેરેટ સોનું | રૂ. 65,734/10 ગ્રામ | રૂ. 63,810/10 ગ્રામ |
પાકિસ્તાનમાં 10 ગ્રામ સોનાનો ભાવ
એક તરફ ભારતમાં સોનાનો ભાવ 70-72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે ચાલી રહ્યો છે, તો બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં સોનાનો ભાવ હાઈ લેવલ પર ચાલી રહ્યો છે. ગોલ્ડ ડોટ પીકે અનુસાર બુધવારે પાકિસ્તાનની રાજધાની કરાચીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ PKR 2,28,270.40 (પાકિસ્તાની રૂપિયા) પર પહોંચી ગયો હતો. ત્યાં એક તોલા સોનાનો ભાવ 2,66,250 રૂપિયા છે.
પાકિસ્તાનમાં સોનું ભારતથી સસ્તુ
પાકિસ્તાનમાં સોનાનો ભાવ 2 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને વટાવી ગયો છે, પરંતુ જો ભારતીય ચલણના આધારે ગણતરી કરવામાં આવે તો ભારત કરતા પાકિસ્તાનમાં હજુ પણ સોનું ઘણું સસ્તું છે. વાસ્તવમાં 1 પાકિસ્તાની રૂપિયાની કિંમત 0.3008 ભારતીય રૂપિયાની બરાબર છે. આ હિસાબે 2,28,270 પાકિસ્તાની રૂપિયા 68,654 ભારતીય રૂપિયા બરાબર છે. જો આપણે તે મુજબ ગણતરી કરીએ તો પાકિસ્તાનમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ હજુ પણ ભારતીય સ્થાનિક બજારમાં સોનાના ભાવ કરતા 3036 રૂપિયા ઓછો છે.
જ્વેલરીમાં કયા સોનાનો વધુ ઉપયોગ થાય છે?
સોનું ખરીદતા પહેલા કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખો. જેમ કે તેની ગુણવત્તા ઓળખવી. તમને જણાવી દઈએ કે મોટાભાગે જ્વેલરી બનાવવા માટે માત્ર 22 કેરેટ સોનું વપરાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. જ્વેલરી પર કેરેટ પ્રમાણે હોલ માર્ક નોંધવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999 લખેલું છે, જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે. કિંમતોની વાત કરીએ તો એક્સાઈઝ ડ્યુટી રાજ્યના કર અને મેકિંગ ચાર્જિસને કારણે સોનાના દાગીનાની કિંમત દેશભરમાં બદલાય છે.


