- સરદાર આવાસના જર્જરિત મકાનો એક પછી એક પડી રહ્યા છે
- સદનસીબે માતા – પુત્રી ઘરની બહાર નીકળી જતાં આબાદ બચાવ
- આવાસમાં સુઈ રહેલા માતા પુત્રી નો આબાદ બચાવ થયો
ડેસર તાલુકાના વચ્છેસર નવી નગરીમાં બનાવાયેલા 20 ઉપરાંત સરદાર આવાસો હાલ જરર્જરિત હાલતમાં છે. એક પછી એક આવાસોના ધાબા ધરાસાઈ થઈ રહ્યા છે. દસ દિવસ પહેલા બે આવાસના ધાબા ધરાસાઈ થયા બાદ ગત રોજ વહેલી સવારે સરદાર આવાસનું વધુ એક ધાબુ ધરાશાય થયું હતું. આવાસમાં સુઈ રહેલા માતા પુત્રી નો આબાદ બચાવ થયો હતો કારણકે ધાબુ ધરાશાઇ થતા પહેલા કાકરીયો પડતા અને વિચિત્ર હલચલથી ઊંઘ માથી જાગી જઈને પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા જોત જોતામાં ધાબુ ધરાસાઇ થઈ ગયું હતું.
વચ્છેસર ગામે મકાનનું ધાબુ બેસી જતા હાજરા બીબી મકરાણી અને તેઓની પુત્રી સાનિયા ઉ વર્ષ 13 નો આબાદ બચાવ થયો હતો. તેઓ વર્ષો પહેલા આવાસમાં રહેવા આવ્યા ત્યાર થી આવાસો મા તિરાડો પડી ગઈ હતી. વિસ્તારમાં દસ દિવસ પહેલા હાતમ અલી મકરાણી અને સફુરા બીબી મકરાણીના આવાસના ધાબા બપોરના સુમારે ધરાસાઈ થયા હતા. તેઓના ઘરમાં જેનબ બીબી મકરાણીને ધાબાનું રોળું બરડાના ભાગે પડતા ઈજા થઈ હતી. જેમની ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવાયા હતા.
પરંતુ તંત્રએ કોઈ નોધ સુધા લીધી ન હતી બાકી રહેલા જર્જરીત આવાસોમાં હજુ પણ મજબૂરી વસ આવાસના માલીકો વસવાટ કરી રહ્યા છે. હજુ 15 આવાસો જર્જરીત હાલતમાં છે. જેનાથી અકસ્માતની સંભાવના છે.


