દુરંતો, ત્રિવેન્દ્રમ સહિત ત્રણ ટ્રેન એક થી ત્રણ કલાક મોડી : મુસાફરો હેરાન
મુંબઇ નજીક પાલઘર પાસે માલગાડીના ડબ્બા ખડી પડયા હતા. જેના કારણે રેલ વ્યવહારને અસર પડી છે. રાજકોટથી ત્રણ ટ્રેનો એક થી ત્રણ કલાક મોડી કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાની થઇ નથી. જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
મુંબઈ નજીક પાલધર પાસે ગઈકાલે સાજના સમયે માલગાડીના ડબ્બા ખડી પડવાના કારણે મુંબઈ થી રાજકોટ આવતી ત્રણ ટ્રેન તેના સમય કરતા એક થી ત્રણ કલાક મોડી દોડી રહી છે જેના કારણે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી.જયારે રાજકોટ થી મુંબઈ તરફ જતી તમામ ટ્રેનો તેના સમય મુજબ દોડી રહી છે.
મુંબઈના પાલધર પાસે ગઈકાલે સાજના સમયે માલગાડીના ડબ્બા ખડી પડવાના કારણે મુંબઈ થી રાજકોટ તરફ આવતી ટ્રેન વ્યવહારને ભારે અસર પહોંચી છે જેના કારણે મુંબઈ થી રાજકોટ, જામનગર, જુનાગઢ,ઓખા તરફ આવતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. મુંબઈ સેન્ટ્રલ થી ઓખા આવતી દુરંતો એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં 1.22 કલાક, મુંબઈ ઓખા ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં 3.17 કલાક, અને ત્રિવેન્દ્રમ વેરાવળ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં 1.48 કલાક મોડી પહોચતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. આ ઉપરાંત રાજકોટ થી મુંબઈ તરફ જતી તમામ ટ્રેનો તેના નિર્ધારિત સમયે દોડી રહી છે.


