- પેકિંગ દીઠ નિગમે ભાવ પણ નિશ્ચિત કર્યા, ભેંશ ભાગોળે છાશ છાગોળે
- ર હેકટર માટે મગ-અડદ અને 5 હેકટર માટે તલનું બિયારણ અપાશે
- ચોમાસુ વાવેતર માટે બીજ નિગમે અગાઉથી ખેડૂતોને કરી અપીલ
ગુજરાત રાજય બીજ નિગમના સહાયથી બીયારણ મેળવવા માટે નિગમના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આવેલા નિગમના અધિકૃત બીજ વિક્રેતાનો સંપર્ક કરવા માટે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. ખેડૂતોને નિશ્ચિત કરાયેલા ભાવથી મઘ,અડદ અને તલનાં બીયારણ પુરાં પાડવામાં આવશે. મગ માટે ગુજરાત-4 , ગુજરાત-પ, ગુજરાત-6 અને ગુજરાત-8 , અડદ માટે ગુજરાત-1 , ગુજરાત-ર, ગુજરાત-3 અને ગુજરાત-4 નાં બીયારણ અપાશે. જયારે તલના વાવેતર માટે ગુજરાત-3 , ગુજરાત-4 , ગુજરાત-પ અને ગુજરાત-6 તેમજ ગુવાર માટે ગુજરાત-1 અને ગુજરાત-ર બીયારણનાં વીતરણ કરવામાં આવશે. મોટા ભાગે મગ, અડદ અને તલના વાવેતર ચોમાસામાં થાય છે. તેમ છતાં બિયારણ માટે મહિનાઓ અગાઉ અપીલ કરવામાં આવી છે.ખેડૂતોએ બીયારણ ખરીદી સમયે અરજી અને કબૂલાતનાળા સાથે 8 -અનો દાખલો, આધાર કાર્ડ અથવા અધિકૃત કરેલ કોઈ પણ એક ફોટો ગુજરાત બીજ નિગમ લિમિટેડના અધિકૃત વિક્રેતાને રજૂ કરવો પડશે.મગ અને અડદ પાક માટે ખેડૂતને ખાતા દીઠ જમીન ધારકતા પ્રમાણે વધુમાં વધુ હેકટર, જયારે તલ પાકમાં પ હેકટર જમીન માટે બીયારણનો જથ્થો ઉપલબ્ધ કરાવાશે. જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી સહાયનો લાભ મળવા પાત્ર છે. આ માટે મગ, અડદ, તલ અને ગુવારના બીયારણ માટેના ભાવ નિશ્ચિત કરાયા છે અને ખેડૂતોએ આ સહાયનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.


