ગુજરાત સરકારે જૂની શરતની જમીનમાં તબદીલ કરવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રૂપિયા 25 કરોડના મૂલ્ય વાળી જમીનની સત્તા કલેકટર સુધી આપવામાં આવી છે અને 25 કરોડથી ઉપરની જમીનની તબદીલી માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. ગણોત ધારા સહિત નવી અને અવિભાજય શરતની જમીનો ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવવાના પ્રીમિયમ માટેની સત્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સરકારમાં અગાઉ જંત્રી પ્રમાણે 15 કરોડથી ઉપરની જમીન ઉપર જ સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી. જોકે સરકારના આ ફેરફારથી વહીવટી સરળીકરણ થશે અને આવા કેસોનો નિકાલ ઝડપી થશે.


