- સાવકા પિતાએ દીકરી સાથે કર્યા અડપાલા
- 9 વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કરતા ફરિયાદ
- આરોપી 2 વર્ષ પહેલા જ પીડિતાની માતા સાથે કર્યા હતા લગ્ન
અમદાવાદના વટવા વિસ્તારમાં નવ વર્ષની માસુમ બાળકી સાવકા પિતાની હવસનો શિકાર બની છે. ઘરમાં રહેલી માસુમની એકલતાનો લાભ લઈ સાવકા પિતાએ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે બાદ બાળકી એ સમગ્ર હકીકત માતાને જણાવતા માતાએ વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ અનુસંધાને પોલીસે સાવ કા પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલે અમદાવાદના વટવા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી એ નવ વર્ષની માસુમ દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા. પત્નીના પહેલા પતિના બે સંતાન મા રહેલા બે બાળકો માંથી 9 વર્ષની સગીરા સાથે શારિરીક અડપલા કરતા મામલો સામે આવ્યો હતો. મહત્વનું છે કે ઘરે એકલી રહેલી બાળકીની એકલતાનો લાભ લઈ, સાવકા પિતાએ આ હરકત કરી હતી. જે હરકતના બે દિવસ બાદ માતાને બાળકી એ તમામ હકીકત જણાવી હતી.
જેથી પછી માતાએ સાવકા પિતા વિરુદ્ધ વટવા પોલીસ મથકમાં પક્ષોની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જે ગુના અનુસંધાને પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધી નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પૂછપરછમાં હકીકત સામે આવી કે બે વર્ષ પહેલા આરોપીએ મહિલા સાથે લગ્ન કર્યા હતા.
જોકે લગ્ન પહેલા મહિલાને બે સંતાનો હતા. જે સાથે લઈ મહિલાએ નવા જીવનની શરૂઆત કરી હતી. પરંતુ નવ વર્ષની બાળકી સાથે બે વખત આ પ્રકારનું કૃત્ય કરતા બાળકીએ તમામ હકીકત તેની માતાને જણાવી હતી. જે બાદ આરોપીએ તેની પત્નીને પણ ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.