- સસ્તા અનાજ દુકાનધારક એસો. અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ
- બુધવારે એક પણ પરમીટ દુકાનદારો દ્વારા ઈશ્યુ ન કરાઈ
- કમિશનમાં વધારા સહિતની વિવિધ પડતર માંગને લઈ હડતાલ
ગુજરાતના 17 હજાર રેશનિંગ દુકાનદારોની હડતાલ યથાવત છે. જેમાં દિવાળી નજીક છતા સરકારે માંગ સ્વીકારી નથી. તેમજ સસ્તા અનાજ દુકાનધારક એસો. અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ ગઇ છે. બુધવારે એક પણ પરમીટ દુકાનદારો દ્વારા ઈશ્યુ કરાઈ નથી. તથા કમિશનમાં વધારા સહિતની વિવિધ પડતર માંગને લઈ હડતાલ છે.
બેઠકમાં કોઈ પણ નક્કર પરિણામ ન આવતા હડતાલ યથાવત
બેઠકમાં કોઈ પણ નક્કર પરિણામ ન આવતા હડતાલ યથાવત છે. તેમજ 17 હજાર પૈકી 9 હજાર દુકાનદારોને 20 હજાર કરતા ઓછુ કમિશન મળે છે. સપ્ટેમ્બર માસમાં માત્ર 2800 દુકાનદારોને જ કમિશન મળ્યુ છે. સરકાર અને દુકાનદારોની લડાઈ વચ્ચે જનતા પિસાય છે. દિવાળી ટાણે જ અનાજ ન મળતા પડતા પર પાટુ જેવી સ્થિતિ છે. સસ્તા અનાજની દુકાનદારોની હડતાલનો મુદ્દો હવે ચર્ચાનો વિષય બની ગયો છે. સરકાર વૈકલ્પિક વ્યવસ્થા શરુ કરે તેવી શક્યતા છે. NGO, સહકારી દૂધ મંડળી થકી અનાજ વિતરણ થાય તેવી સંભાવના છે.
કોઇ નિરાકરણ ના આવતા હડતાલ શરૂ થઇ
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાઈ શકે છે. સસ્તા અનાજની દુકાનની હડતાળ મામલે રાજ્ય સરકારે વૈકલ્પિક વ્યવસ્થાઓ પર વિચારણા શરૂ કરી છે. એનજીઓ, સહકારી દૂધ મંડળીઓ તથા સખી મંડળીઓ થકી અનાજના વિતરણ બાબતે વિચારણા થઇ રહી છે. રાજકોટ જિલ્લામાં 700 થી વધુ સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય છે. તેમાં 31 તારીખ સુધીનું સરકારને દુકાનદારોએ અલટીમેટમ આપ્યું હતુ. પહેલી તારીખથી માલ નહી ઉપાડવા અને વિતરણ નહી કરવા સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય છે. જન્માષ્ઠમી ઉપર સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. કમિશનર પેટે 20 હજાર આપવાની માંગણી સ્વીકારવામાં આવી હતી. માંગણી અંતર્ગત જૂજ દુકાનદારો જ આવતા હોવાનું સામે આવતા સરકારે છેતર્યા હોવાની દુકાનદારોની લાગણી છે. દશેરા સુધીમાં નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી. જેમાં કોઇ નિરાકરણ ના આવતા હડતાલ શરૂ થઇ છે.