- અધ્યાપક સહાયકોને 7મા વેતનપંચ મુજબ 30 ટકા વધારો આપવા માંગ
- પ્લેકાર્ડ દર્શાવીને ઇનચાર્જ કુલપતિને આવેદનપત્ર અપાયુ છે
- વેતન વધારાનો લાભ 1લી ઓક્ટોબર 2023થી આપવાની માંગ કરવામા આવી
રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3-4ના 61,560 ફિક્સ વેતનના કર્મીઓના વેતનમાં 30 ટકા વધારો કરવાનો નિર્ણય, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમા ફરજ બજાવતા 6668 શિક્ષણસહાયકો, વહીવટી અને સાથી સહાયકો તેમજ એસટી તેમજ ગૃહવિભાગ દ્વારા ફિક્સ પગારમા વધારો કરવામા આવ્યો હોઇ આણંદ જિલ્લાની અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમા ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને આ વેતન સુધારાના લાભથી વંચિત રાખવામા આવ્યા હોઇ 7મા વેતનપંચ મુજબ 30 ટકા વધારો આપવાની માંગ સાથે અધ્યાપક સહાયક મંડળ દ્વારા પ્લેકાર્ડ દર્શાવીને ઇનચાર્જ કુલપતિને આવેદનપત્ર અપાયુ છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિને અધ્યાપક સહાયક મંર્ના વડપણ હેઠળ શિક્ષણકર્મીઓએ અધ્યાપક સહાયકોના વેતનમાં વધારો કરો તેવ પ્લેકાર્ડ દર્શાવી આપેલા આવેદનપત્રમાં ધો. 8 થી 10ની માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયકોને ફિક્સ પગાર 40,800, જયારે ધો.11 અને 12ની ઉ.માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકોને 49,600 જેટલુ માસિક ફિક્સ વેતન ચુકવવામા આવે છે. રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત પબ્લીક યુનિવર્સિટી એક્ટ -2023 લાગુ કરાયો છે. ગ્રાન્ટેડ કોલેજોમાં યુજીસીની જોગવાઇથી વિપરીત અધ્યાપક સહાયક તરીકે પાંચ વર્ષ ફિક્સ પગારમાં નિમણુંક અપાતી હોઇ દેમા મેડીકલ રજા, પિતૃત્વ રજા કે સીપીએફનો લાભ અપાતો નથી. ત્યારે કોલેજોના ફિક્સ પગારના અધ્યાપક સહાયકોને 7મા પગારપંચ મુજબ પેજીક પગાર 57,700માં 30 ટકા જેટલો વેતન વધારાનો લાભ 1લી ઓક્ટોબર 2023થી આપવાની માંગ કરવામા આવી છે.


