- ભારત બાદ હવે યમન પાસે જહાજ પર હુમલો
- જહાજ પર હુમલો થતા માંડ-માંડ બચ્યા ક્રૂ મેમ્બર્સ
- ગુજરાતના દરિયાકાંઠે ઇઝરાયેલના જહાજ પર હુમલો
24 કલાકમાં બીજા જહાજ પર ડ્રોન હુમલો થયો છે. જેમાં ભારત બાદ હવે યમન પાસે જહાજ પર હુમલો થયો છે. તેમાં માંડ-માંડ ક્રૂ મેમ્બર્સ બચ્યા છે. ગુજરાતના દરિયાકાંઠે ઇઝરાયેલના જહાજ પર હુમલાના મામલે અન્ય એક જહાજ પર પણ આવો જ હુમલો થયો હોવાની માહિતી છે.
ભારતના ધ્વજવાળા MV સાંઈબાબા જહાજ પર હુમલો
ભારતના ધ્વજવાળા MV સાંઈબાબા જહાજ પર હુમલો કર્યો છે તેમ અમેરિકી સેનાએ જણાવ્યું છે. જેમાં લાલ સમુદ્રમાં ભારતના ધ્વજવાળા MV સાંઈબાબા જહાજ પર હુમલો થયો છે. ગુજરાતના દરિયાકાંઠે ઇઝરાયેલના જહાજ પર હુમલાનો મામલો હજુ ઉકેલાયો નથી ત્યારે અન્ય એક જહાજ પર પણ આવો જ હુમલો થયો હોવાની માહિતી મળી રહી છે. અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે લાલ સમુદ્રમાં ભારતના ધ્વજવાળા MV સાંઈબાબા જહાજ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે.
લગભગ રાતના દસ વાગ્યે હુમલો થયો હતો
ગુજરાતના દરિયામાં જઈ રહેલા જહાજ પર ડ્રોનથી હુમલો થયો છે. જેમાં અમેરિકાની સેનાએ જણાવ્યું કે હિન્દ મહાસાગરમાં રસાયણ લઈ જતા એક ટેન્કર પર ઈરાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે. પેન્ટાગને કહ્યું કે કેમ પ્લુટો વેસલ ટેન્કર ભારતના દરિયાથી 370 કિમી દૂર હતું અને તેના પર લગભગ રાતના દસ વાગ્યે હુમલો થયો હતો.


