- શિયાળાની શરૂઆત પહેલા જ સહન કરવી પડશે ગરમી
- રાજ્યમાં દિવસે ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી રહેશે
- જ્યારે રાત્રે લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું
રાજ્યમાં હવામાન વિભાગનું અનુમાન છે કે શિયાળાની શરૂઆત પહેલા જ ગરમી સહન કરવી પડશે. રાજ્યમાં દિવસે ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી રહેશે. તેમજ 21 ઓક્ટોબરે લો પ્રેશર સક્રિય થતા વાતાવરણમાં પલટો રહેશે. ગઈકાલે અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
5 દિવસ રાજ્યભરમાં બેવડી ઋતુની અસર રહેશે
જ્યારે રાત્રે લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. 5 દિવસ રાજ્યભરમાં બેવડી ઋતુની અસર રહેશે. માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં શિયાળાની શરૂઆત પહેલા જ ગરમી સહન કરવી પડશે. જેમાં રાજયમાં દિવસ ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી રહેશે. હવામાન વિભાગનું અનુમાન છે કે 21 એ લો પ્રેશર સક્રિય થતા વાતાવરણમાં પલટો રહેશે.
રાત્રે લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું
ગતકાલ અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ જ્યારે રાત્રે લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. 5 દિવસ રાજયભરમાં બેવડી ઋતુની અસર રહેશે. તેમજ હવામાન વિભાગ અરેબિયન સીમા થઈ રહેલ લો પ્રેશરને પગલે હવામાન વિભાગનુ સૂચન છે. માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.
ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી
સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવાવમાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને એકાદ જગ્યાએ વરસાદ થવાની આગાહી છે. જો વરસાદ થશે તો પણ સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી. આ ઉપરાંતના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.