તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇથિયોપિયાની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમને દેશનું સર્વોચ્ચ સન્માન ‘દ ગ્રેટ ઓનર નિશાં ઓફ ઇથિયોપિયા’ એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન મેળવનારા તેઓ વિશ્વના પ્રથમ નેતા બન્યા છે, પરંતુ આ દેશ માત્ર રાજદ્વારી સંબંધો માટે જ નહીં, પણ તેના અનોખા સમય અને કેલેન્ડર માટે પણ ચર્ચામાં છે.
શા માટે ઇથિયોપિયા દુનિયાથી 7 વર્ષ પાછળ છે?
જ્યારે સમગ્ર વિશ્વ 2025 પૂરું કરી 2026 તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ઇથિયોપિયામાં હજુ વર્ષ 2018 ચાલી રહ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ તેમનું ‘ગીઝ કેલેન્ડર’ છે. ઇથિયોપિયન ઓર્થોડોક્સ ચર્ચ માને છે કે, ઇસુ ખ્રિસ્તનો જન્મ 7 BCમાં થયો હતો, જ્યારે બાકીની દુનિયા ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ગણતરી કરે છે.
આ ધાર્મિક માન્યતાને કારણે તેમનું કેલેન્ડર દુનિયાથી 7-8 વર્ષ પાછળ ચાલે છે. ઈથોપિયામાં વર્ષમાં 12 નહીં પણ 13 મહિના હોય છે. પ્રથમ 12 મહિના 30 દિવસના હોય છે, જ્યારે 13મો મહિનો (પાજ્યુમે) માત્ર 5 કે 6 દિવસનો હોય છે. ઇથિયોપિયામાં નવું વર્ષ 1 જાન્યુઆરીએ નહીં, પરંતુ 11 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
સમય જોવાની રીત પણ અલગ
માત્ર કેલેન્ડર જ નહીં, અહીં સમયની ગણતરી પણ અનોખી છે. ઇથિયોપિયામાં દિવસની શરૂઆત મધ્યરાત્રિએ નહીં, પણ સૂર્યોદય (સવારે 6 વાગ્યે) થી થાય છે. એટલે કે જ્યારે આપણી ઘડિયાળમાં સવારના 6 વાગે, ત્યારે ત્યાંના લોકો માટે તે દિવસનો શૂન્ય કે 12મો કલાક હોય છે.
ઇથિયોપિયા ક્યારેય કોઈ યુરોપિયન દેશનું ગુલામ નથી બન્યું, જેના કારણે તેણે પોતાની 3,000 વર્ષ જૂની સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખી છે. 80 થી વધુ વંશીય જૂથો ધરાવતો આ દેશ પોતાની વિવિધતા અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, જ્યારે વર્ષ 2012માં દુનિયા ખતમ થવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તે સમયે વર્ષ 2012માં કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી, પરંતુ વર્ષ 2019માં સમગ્ર વિશ્વમાં ભયાનક મહામારી જોવા મળી હતી. કોરોના વાયરસના કારણે દુનિયામાં કરોડો લોકોના મોત થયા હતા.
તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે, વર્ષ 2019માં ઈથોપિયાના કેલેન્ડરમાં 2012 ચાલતું હતું. એટલે કે આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હોવાના સંકેત છે. કારણ કે, રોમન સેનાપતિ જુલિયટ સીઝર દ્વારા કેલેન્ડર બદલાવ્યા પહેલા સમગ્ર દુનિયામાં લગભગ ઈથોપિયાનું અથવા તેના સમાન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો.


