- 2 વર્ષ પહેલા હત્યાના સાક્ષી બન્યાની અદાવત રાખી હુમલો
- 6 યુવકોએ ગત સાંજે કર્યો જીવલેણ હુમલો
- પાલીતાણા રુરલ પો.સ્ટે.માં 6 સામે હત્યાનો ગુનો નોધ્યો
ભાવનગરમાં નવા વર્ષના પ્રારંભે જ હત્યા થઇ છે. જેમાં પાલીતાણાના હણોલ ગામના યુવકની હત્યા કરવામાં આવી છે. 2 વર્ષ પહેલા હત્યાના સાક્ષી બન્યાની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો છે. તેમાં 6 યુવકોએ ગત સાંજે જીવલેણ હુમલો કર્યો હતો.
પાલીતાણા રુરલ પોલીસ સ્ટેશનમાં 6 સામે હત્યાનો ગુનો નોંધાયો
પાલીતાણા રુરલ પોલીસ સ્ટેશનમાં 6 સામે હત્યાનો ગુનો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં નવા વર્ષેના પ્રારંભે જ હત્યાનો બનાવ બન્યો છે. પાલીતાણા તાલુકાના હણોલ ગામના જગદીશભાઈ સરવૈયા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ભાઈના લગ્ન હોવાથી કંકોત્રી દેવા જતા જગદીશભાઈ ઉપર ગઈકાલ સાંજે પાલીતાણાના વાળુકડ પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.
બનાવને લઈ ભાવનગર જિલ્લામાં ચકચારી મચી જવા પામી
સુરતમાં 2 વર્ષ પહેલા થયેલ મિત્રની હત્યા બાબતે કોર્ટમાં સાક્ષી બન્યો હોવાની અદાવતે હત્યા કરવામાં આવી છે. જેમાં પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં 6 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવને લઈ ભાવનગર જિલ્લામાં ચકચારી મચી જવા પામી છે.


