- દિવાળીની અનોખી રંગોળી
- દેશના જવાનોના બલિદાનને કરાયું યાદ
- મારી માટી મારો દેશ થીમ પર રંગોળી
દિવાળીનો આજે તહેવાર છે અને સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આ તહેવારની ઉજવણી થઈ રહી છે. લોકો રંગેચંગે આ તહેવારને મનાવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં એક જગ્યાએ દિવાળીને ખૂબ જ અનોખી રીતે ઉજવવામાં આવી છે. અહીં રંગોળીમાં દેશના જવાનોને યાદ કરવામાં આવ્યા છે.
દિવાળીના દિવસે રંગોળીનું અનેરું મહત્વ છે. દરેક ઘર, દુકાન, ઓફિસ, કંપની કે પેઢીની બહારમાં રંગોળીની હાજરી અચૂક અને ચોક્કસ હોય જ છે. આ રંગોળી વિના દિવાળીના મહાપર્વની ઉજવણી અધૂરી ગણાતી હોય છે. રંગોળીની અવનવી ડિઝાઈનોથી ઘરને સુશોભિત કરવામાં આવે છે ત્યારે આ દિવાળીએ અમદાવાદમાં દેશના જવાનોને નામ રંગોળી બનાવી દિવાળીની ઉજવણી કરવામાં આવી છે.

શહેરમાં “મારો દેશ ,મારી માટી”ની થીમ પર વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી 50*50ની સાઈઝમાં બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ રંગોળીની એક મહત્વની વિશેષતા એ છે કે તેને દેશના 29 રાજ્યોની માટી ભેગી કરીને બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આ રંગોળીમાં 2100 માટીના કોડિયા મૂકીને તેને અનોખી રીતે સજાવવામાં આવી છે. કલાત્મક રીતે બનાવાયેલી આ રંગોળીને દેશના વીર જવાનોના નામે સમર્પિત કરવામાં આવી છે. મહત્વનું છે કે ભારતના નકશા અને મારી માટી મારો દેશની થીમ પર બનાવાયેલી આ રંગોળી ઘણી જ લોકપ્રિય થઈ રહી છે.

આમ દિવાળીના આ પાવન દિવસે વિશાળ અને કલાત્મક રંગોળી દ્વારા એક મહત્વનો મેસેજ આપવાની કોશિશ કરવામાં આવી છે સાથે જ દેશની એકતા અને અખંડિતતાના મેસેજની સાથે જ તેમાં વીરોના બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલી પણ અર્પવામાં આવી છે. આમ આ રંગોળી ખાસ રંગોળી બની ગઈ છે.


