વર્કિંગ વુમન હોય કે પછી ગૃહિણીઓ પરીવારના ભોજનને લઈને ચિંતિત હોય છે. અને અનેક વખત બાળકોને ટિફિનમાં શું આપવું કે પછી રાત્રિના ડિનરમાં શું બનાવું તેને લઈને સોશિયલ મીડિયામાં પણ સર્ચ કરે છે. સાંજે અથવા જ્યારે આપણને વધારે નહીં થોડું ખાવાની ઇચ્છા હોય ત્યારે આપણે તરત જ ઉપલબ્ધ તળેલો નાસ્તો અથવા જંક ફૂડ ખાઈએ છીએ. આ ખોરકા સ્વાદિષ્ટ હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. આવા સમયે, જો તમને સ્વાદિષ્ટ, સ્વસ્થ અને ઘરે બનાવવામાં સરળ નાસ્તો મળે,
ઓટ્સ દહીં ટિક્કી માટે સામગ્રી :
ઝીણાં લીલા મરચાં, આદુ છીણેલું, કોથમીરના પાન, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, હળદર, અને ચાટ મસાલો. અને ટિક્કી તળવા માટે તેલ.
- 1 કપ ઓટ્સ
- 2 મધ્યમકદના બાફેલા બટાકા
- 1/5 જાડું દહીં
ઓટ્સ દહીં ટિક્કી બનાવવાની રીત :
સૌ પ્રથમ, ઓટ્સને ધીમા તાપે 2 થી 3 મિનિટ સુધી સૂકા શેકી લો. જ્યારે હળવી સુગંધ આવવા લાગે, ત્યારે તેને ઠંડુ કરી ક્રશ કરી લો જેથી સારો પાવડર બને. પછી બાફેલા બટાકાને એક મોટા બાઉલમાં મેશ કરો અને તેમાં ઓટ્સ પાવડર, દહીં, લીલા મરચાં, આદુ, લીલા ધાણા અને બધા મસાલા ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરો અને તેને લોટની જેમ ભેળવો. આ પછી, તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના ગોળા બનાવો અને તેને ટિક્કીનો આકાર આપવા માટે હળવા હાથે દબાવો. હવે એક નોન-સ્ટીક તવા પર થોડું તેલ લગાવો અને ટિક્કીઓને મધ્યમ તાપ પર બંને બાજુ સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ ઓટ્સ અને દહીં ટિક્કી લીલી ચટણી સાથે ખાઈ શકો છો.


