મોટા ભાગના લોકો પોતાની સ્કીલ ડેવલપ કરવા માટે વિવિધ ક્લાસ કરતા હોય છે. કેટલાક ડાન્સ ક્લાસમાં જાય છે અને કેટલાક સ્પીચ ક્લાસ લે છે. સામાન્ય રીતે તેઓ એવી વસ્તુઓ શીખે છે જે તેઓ જાણતા નથી અથવા વધુ સારું કરવાની જરૂર છે. પરંતું નવાઈની વાત એ છે તમે ભાગ્યે જ કોઈને પાર્ટનરને ઈમ્પ્રેસ કેવી રીતે કરવો તેના ક્લાસ લેતા અથવા આપતા જોયા હશે. તેના ક્લાસ પાડોશી દેશ ચીનમાં ચાલી રહ્યા છે.
આ મહિલા છે લવ ગુરુ
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ચાઈનામાં આ મહિલાને લવ ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. તેનું નામ નામ લી ચુઆંકુ છે, તે સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર છે. જે મહિલાઓને શીખવે છે કે કેવી રીતે અમીર વ્યક્તિ સાથે લગ્ન કરી શકાય છે. આ માટે તે વિવિધ પ્રકારની ટીપ્સ આપી રહી છે, જેને યુવતીઓ અપનાવી પણ રહી છે અને બદલામાં તેને પૈસા આપે છે.
અમીર છોકરાને કેવી રીતે પટાવવો?
લી ચુઆંકુ નામની એક મહિલા ઓનલાઈન ક્લાસ દ્વારા છોકરીઓને શીખવે છે કે કેવી રીતે અમીર છોકરાઓને ફસાવી અને તેમની સાથે લગ્ન કરવા. ઘણી છોકરીઓ તેની ટિપ્સ શીખવા માટે પૈસા ચૂકવી રહી છે કે મહિલા સરળતાથી વાર્ષિક 167 કરોડ રૂપિયા કમાઈ લે છે. તાજેતરમાં, ચીનના ટૈકસેશન વિભાગે માહિતી આપી હતી કે તેણે કરચોરી કરી હતી અને મહિલા પર 8.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ પછી તે ફરી એકવાર સમાચારમાં આવી ગઈ છે.
મહિલાની ફી કેટલી છે?
ચુ આંકુ લોકો પાસેથી પૈસા લે છે અને લાઇવ-સ્ટ્રીમ દરમિયાન તેમને સલાહ આપે છે. તે એક સલાહ આપવા માટે 12,945 રૂપિયા લે છે. તેના જે કોર્સને લોકો સૌથી વધુ પસંદ કરે છે તેની ફી રૂ 43,179 છે. આ સિવાય તે પર્સનલ કન્સલ્ટેશન માટે દર મહિને 1,16,927 રૂપિયા ફી લે છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા સિવાય તે આ વિષય પર ઘણી વર્કશોપ અને સેમિનારનું પણ આયોજન કરે છે. આ સ્થળોએ તે લોકોને તેમના ડેટિંગના આયોજન અંગે માર્ગદર્શન આપે છે.


