- શોભાયાત્રા,ગરબા સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
- શિખર પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ પણ કરવામાં આવશે
- સન્માન સમારોહ યોજાશે રાત્રિ દરમિયાન રાસ ગરબાનું પણ આયોજન
ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે બળોજ માતાજીના મંદિરે તારીખ 22 /2/ 2024 થી ત્રિ દિવસીય રજત જયંતિ મહોત્સવ ની ઉજવણી સમગ્ર પીંપળીયા પરિવાર તથા પીંપળ ગામના સહયોગથી વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આયોજન કરવામાં આવ્યું હતું ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે આવેલ બાળોજ માતાજીના મંદિરે આજથી ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વહેલી સવારે શિખર ઉત્થાપન યજ્ઞ નું આયોજ કરાયું હતું તેમજ રાત્રિ દરમિયાન લોકડાયરો પણ યોજાશે તેવું આયોજન દ્વારા જણાવ્યું હતું તેમજ બીજા દિવસે સવારે શોભા યાત્રાનું લાઇવ ડીજેના તાલ સાથે આયોજન કરવામાં આવશે ત્યારબાદ પરિવાર સ્નેહમિલન તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાશે તથા રાત્રિ દરમિયાન રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવનાર છે તથા ત્રીજા દિવસે સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે ત્યારબાદ બપોરના સુમારે શિખર પ્રતિષ્ઠા તથા ધ્વજા રોહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.


