- 3 શખ્સોએ મળી યુવકનું એક યુવકનું અપહરણ કર્યુ
- પોલીસે ગુનામાં સામેલ આરોપીઓને ઝડપી પાડ્યા
- યુવકને મુક્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી
અમદાવાદના એક યુવકને અપહરણકારોની ચંગુલમાંથી છુટકારો મળ્યો. અમદાવાદના પોશ વિસ્તારમાંથી અપહરણ થયેલ યુવાનને પોલીસે અપહરણકારોની ચંગુલમાંથી છોડાવ્યો હતો. અપહરણની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. અમદાવાદમાં ગુનેગારો બેફામ બની રહ્યાં છે.
એક યુવતીને લઈને અપહરણ કર્યું
ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના પોશ વિસ્તાર એવા બોડકદેવ વિસ્તારમાંથી એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્રણ અપહરણકારોએ એક યુવાનનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. જેમાં અમદાવાદની એક યુવતીને લઈને ત્રણ યુવકોએ સાથે મળીને એક યુવકનું અપહરણ કર્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી.
યુવકને પોલીસે અપહણકારોથી મુક્ત કરાવ્યો
અમદાવાદ પોલીસે અપહરણ થયેલ યુવાનને અપહરણકારોની ચંગુલમાંથી છોડાવ્યો હતો. પોલીસે આ એક યુવકને હેમખેમ ત્રણ અપહરણકારોની ચંગુલમાંથી છોડાવ્યો હતો. પોલીસે ત્રણેય અપહરણકારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરી હતી.
તાજેતરમાં જ એક બાળકના અપહરણની ઘટના બની હતી
તાજેતરમાં જ અમદાવાદમાંથી એક દોઢ વર્ષના માસુમ બાળકના અપહરણનો પ્રયાસ થયો હતો. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પાસેના વિસ્તારમાંથી દોઢ વર્ષના બાળકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે યુવકે દારુના આ અપહરણ કહ્યું હોવાનો ખલાસો થયા હતો. જાહેરમાં આ અપહરણની ઘટના બની હતી જેમાં આસપાસના લોકોએ મળીને યુવકને પકડીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે અપહરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.


