નરેશભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ પાઠવી શુભેચ્છા : વિવિધ સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃત્તિ થકી જન્મદિવસની ઉજવણી કરી
‘અગ્ર ગુજરાત’ દૈનિકના પ્રમોટર, ખોડલધામના માનદ મંત્રી, જાણીતા બિલ્ડર જીતુભાઇ વસોયાનો આજરોજ જન્મદિવસ છે. તેમને ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલ સહિતના ખોડલધામના ટ્રસ્ટીઓ, ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓ, જાહેર જીવનના અગ્રણીઓ તથા સેવા સંસ્થાનો તરફથી શુભેચ્છાનો અવિરત પ્રવાહ વરસી રહ્યો છે.
જીતુભાઇ વસોયા મિતભાસી અને મિલનસાર સ્વભાવ ધરાવે છે. તમામ ક્ષેત્રમાં તેમનું બહોળુ મિત્ર વર્તુળ છે. ખાસ કરીને ખોડલધામ ઉપરાંત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, લેઉઆ પટેલ સમાજ અતિથિ ભવન-વેરાવળ (સોમનાથ)ના ટ્રસ્ટી છે. જયારે ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના સેક્રેટરી તરીકે તેઓ સેવા બજાવે છે. કોરોના સમયે અને જૂનાગઢમાં અતિવૃષ્ટિ સમયે તેમણે દિવસ-રાત જોયા વગર ખોડલધામના માધ્યમથી સર્વ સમાજની સેવા કરી હતી. ખોડલધામનું રાહત સહાય રસોડું સંભાળ્યું હતું.
આજરોજ તેમના જન્મદિવસ નિમિતે વિશાળ શુભેચ્છક વર્ગ દ્વારા તેમને શુભેચ્છા આપવા ધસારો થયો હતો. જન્મદિવસની ઉજવણી નિમિતે જીતુભાઇ વસોયાએ તેમના પરિવાર સાથે કેટલીક જરૂરિયાતમંદ સેવા સંસ્થાઓની મુલાકાત લઇ સેવા સહાય આપી જન્મદિવસની સાદગીપૂર્વક ઉજવણી કરી હતી.
બાંધકામ ક્ષેત્રે સોપાન ગ્રુપના માધ્યમથી તેઓ જાણીતા છે. બિલ્ડર લોબીમાં તેમની શાંત અને કર્મઠ અગ્રણી તરીકે લોકચાહના છે. તેમના જન્મદિન નિમિતે ચોમેરથી તેમના મોબાઇલ નંબર ૯૮૨૫૫ ૪૮૪૮૯ પર શુભેચ્છાનો પ્રવાહ વરસી રહ્યો છે.